મોરબી તાલુકાના જુના ખારચીયા ગામે ઈંગ્લિશ દારૂની બોટલો ઝડપાઇ

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે મોરબી તાલુકાના જુના ખારચીયા ગામે ઈંગ્લિશ દારૂની બોટલો ઝડપી લીધી હતી. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે લાલો જામભા જાડેજા (રહે. જુના ખારચીયા ગામ, તા. મોરબી)ના મકાનની પાછળના ભાગે રેડ કરીને ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૭ (કુલ કિ.રૂ. ૩૬૪૦) નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ રેડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તાલુકા પોલીસે આ આરોપી સામે ઈંગ્લિશ દારૂ વેચવાનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

 

- text