“તમે કેમ અમારા છોકરાઓને મારો છો” તેમ કહી વૃદ્ધાને માર માર્યો

- text


ત્રણ પાડોશી મહિલા સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદમાં છોકરાઓ વચ્ચેની તકરારમાં મોટેરાઓ વચ્ચે જામી પડી હતી. જેમાં “તમે કેમ અમારા છોકરાઓને મારો છો.” તેમ કહી વૃદ્ધાને તેમના પાડોશમાં રહેતી ત્રણ મહિલાએ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ મામલે વૃદ્ધાએ ત્રણ મહિલાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ મારમારીના બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વસંતબેન તખાભાઈ મજેઠીયા (ઉ.વ.૭૧ ધધો-નિવૃત રહે-હળવદ પંચમુખી ઢોરો) એ આરોપીઓ કંકુબેન ટીનાભાઈ તથા પંચીલાબેન મહેશભાઈ તેમજ પાયલબેન ટીનાભાઈ (રહે બધા- પંચમુખી ઢોરો તા-હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૮ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે ફરીયાદીના દીકરાના દીકરા તથા આરોપી પક્ષના છોકરાઓ ઝગડો કરતા હોય. જેને ફરીયાદી છોડાવા જતા આરોપીઓ ત્યા આવી ફરીયાદીને કહેલ કે તમે કેમ અમારા છોકરાઓને મારો છો તેમ કહી આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઈ ફરીયાદીને ઢીકાપાટુનો મારમારી ફરીને પાડી દઈ ફરીને ડાબા હાથમા ફેકચર જેવી ઇજા કરી હતી. હળવદ પોલીસે વૃદ્ધાની ફરિયાદ પરથી ત્રણેય મહિલાઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text