માળીયા નજીક આઈશર ટ્રકની ઠોકરે 45 વર્ષના અજાણ્યા આધેડનું મોત

- text


માળીયા મી.: માળીયા મી. નેશનલ હાઇવે પર આઈશર ચાલકે એક આધેડને ઠોકરે લેતા 108માં માળીયા સરકારી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત થયું હતું. ડેડબોડી માળીયા સરકારી હોસ્પિલમાં પી.એમ. અર્થે રાખવી પોલીસે મૃતકના વાલી વારસની શોધખોળ આદરી છે.

- text

માળીયા મિયાણા નેશનલ હાઇવે પર ઓનેસ્ટ હોટલની સામે એક આઈશર ચાલકે આશરે 45 વર્ષના અજાણ્યા આધેડને ઠોકરે ચડાવતા 108 મારફત ઘાયલને માળીયા હોસ્પિટલ ખસેડાતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. મૃતકના જમણા હાથના પોચાં પર ઓમ ત્રોફાવેલ છે. પોપટી કલરના શર્ટ, બ્લ્યુ પેન્ટ અને પીળા કલરનું જેકેટ પહેરેલા મૃતકના પેન્ટના ખિસ્સામાંથી મુન્દ્રા-ગોધરા એસ.ટી.બસની ટીકીટ મળી આવેલ છે. આ સિવાય મૃતકની ઓળખ થાય એવી કોઈ ચીજ મળી આવી નથી. ઉપરોક્ત વર્ણન વાળા પુરુષ વિશે કોઈને કશી જાણકારી હોય તો માળીયા મી. પોલીસ સ્ટેશનના લેન્ડલાઈન ફોન નંબર 02829 266733 અથવા તપાસકર્તા પોલીસ હેડ કોન્સ્ટેબલ વસંતભાઈ વઘેરાના મોબાઈલ નંબર 9978762535 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

 

- text