વિરપર નજીક જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટકયા : પ્રતિકાર કરનાર બે ચોકીદાર ઘાયલ

- text


બન્ને ધાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા : વિરપર નજીક જૈન દેરાસરમાં ચોરીનો બનાવ અટક્યો

ટંકારા : ટંકારા પંથકમાં તસ્કરોએ બેખોફ બનીને રીતસરનો આંતક મચાવ્યો હતો. જેમાં રાજકોટ મોરબી રોડ પર વિરપર નજીક આવેલ જૈન સમાજના તિર્થસ્થાન ચંપાપુરી દેરાસરમાં પાંચ જેટલા તસ્કરો ત્રાટકયા હતા. ત્યારે જૈન દેરાસરના બે ચોકીદારોએ તસ્કરોનો પ્રતિકાર કરતા તસ્કરો આ બન્ને ચોકીદાર પર તૂટી પડ્યા હતા અને ઢોર માર મારીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આથી ચોરીનો બનાવ સહેજમાં અટક્યો હતો. બાદમાં 108 મારફત બન્ને ધાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા છે.

આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાથી મોરબી તરફ જતા વિરપર નજીક આવેલ જૈન સમાજના આસ્થાના પ્રતિક દેરાસરમા ગતરાત્રી બેથી ત્રણ વાગ્યાની આસપાસ પાંચ જેટલા શખ્સો ચોરી કરવાના ઇરાદે ખાબકયા હતા. ત્યારે જૈન દેરાસરની સુરક્ષા માટે તૈનાત કરાયેલા બે ચોકીદાર સરદાર સુજીન્દ્રસિહ અને નેપાળી જીવનએ ચોરી કરવા આવેલા આ પાંચેય શખ્સોને પડકાર્યો હતા.આથી ચોરી કરવા માટે આ બન્ને ચોકીદાર આડખીલી રૂપ બનતા રોષે ભરાયેલા પાંચેય શખ્સોએ બન્ને ચોકીદારને ઢોર માર મારીને લોહીલુહાણ કરી નાખ્યા હતા.બન્ને ચોકીદારે હિંમત કરીને તસ્કરોનો પ્રતિકાર કરતા આ પાંચેય શખ્સો ચોરી કર્યા વિના જ ભાગી છૂટ્યા હતા.

- text

તસ્કરોના હુમલાને પગલે બન્ને ચોકીદારોએ બુમા બુમ કરી મુકતા આજુબાજુમાં રહેતા લોકો ત્યાં દોડી ગયા હતા.જો કે ત્યાં સુધીમાં તસ્કરો ભાગી ગયા હતા.આ બનાવની 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ટંકારા પાઈલોટ જયદેવસિહ જાડેજા અને ડો. વલ્લભભાઈ તાત્કાલિક ધટના સ્થળે દોડી ગયા હતા અને બન્ને ધાયલોને વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. આ બનાવની પોલીસને જાણ થતાં ટંકારા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર ઘટના અંગે સઘન તપાસ હાથ ધરી છે. અને આ બનાવની ફરીયાદ નોંધવા તજવીજ આદરી છે તેમજ ધટના સ્થળે રહેલા સીસીટીવી કેમેરામાથી કડી મેળવીને તસ્કરોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text