ચાચાવદરડા ગામમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


માળીયા મીયાણા : માળીયા મીયાણા તાલુકાના ચાચાવદરડા ગામમાં પ્રભુભાઇ મોહનભાઇ બાવરવાના રહેણાક મકાનમાં નાલ ઉધરાવી ચાલતા જુગાર ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર લોકોને ઝડપી લીધા હતા.

માળીયા પોલીસના જણાવ્યા મુજબ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાની સુચના આધારે અને ના.પો.અધિ રાધિકા ભારાઇ તથા સી.પી.આઇ.મોરબી આઇ.એમ.કોઢીયાના માર્ગદર્શન હેઠળ દારૂ-જુગારની બદ્દી નાબુદ કરવાના ભાગરૂપે માળીયા પો.સબ.ઇન્સ એન.એચ.ચુડાસમા તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન તા-૦૮/૦૧/૨૦૨૧ના રોજ મળેલ બાતમી આધારે પો.સ્ટે વિસ્તારના ચાચાવદરડા ગામમાં રહેતા પ્રભુભાઇ મોહનભાઇ બાવરવાના રહેણાક મકાનમાં નાલ ઉધરાવી ચાલતા તીનપત્તીનો જુગાર ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં જુગાર રમતા (૧) પ્રભુભાઇ મોહનભાઇ બાવરવા ઉ.વ ૬૪, રહે-ચાચાવદરડા (૨) રમેશભાઇ બાવાભાઇ ચાવડા ઉવ ૪૦, રહે તરઘરી (૩) કાંતિભાઇ જાદવજીભાઇ ઉધરેજા ઉવ ૫૫, રહે હરીપર (કેરાળા) (૪) જાદવજીભાઇ છગનભાઇ ઠોરીયા ઉવ ૭૦, રહે તરઘરી વાળા રોકડા રૂપિયા કુલ રૂા.૨૬,૨૦૦/- સાથે ઝડપાય ગયા હતા.

- text

આ કામગીરી પોલીસ સબ ઇન્સ. એન.એચ.ચુડાસમા તથા એચ.સી. જયેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા તથા પો.કો. ભગીરથસિંહ વિજયસિંહ ઝાલા તથા પો.કો. સહદેવસિંહ અનીરુધ્ધસિંહ જાડેજા તથા પો.કો. યુવરાજસિંહ નીરુભા જાડેજા તથા પો.કો. વિરપાલસિંહ ભીખુભા ઝાલા તથા પો.કો આશીષભાઇ મગનભાઇ ડાંગર તથા પો.કો તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

- text