- text
ખેતરમાંથી ૧૬ મણ કપાસ ચોરી મોરબી માર્કેટિંગયાર્ડમાં વેચી દીધો હતો
માળિયા મીયાણા : માળિયા મીયાણા તાલુકાના નવાદેવગઢ ગામે ખેતરમાથી થેયલી કપાસની ચોરીનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો હતો. તસ્કરોએ ખેતરમાંથી તૈયાર કપાસ ચોરી મોરબી માર્કેટિંગ યાર્ડમાં વેચી દીધો હતો. પોલીસે આ કેસમાં બેની ધરપકડ કરી છે.
માળિયા મીયાણા પોલીસના જણાવ્યા મુજબ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ આર.ઓડેદરા સાહેબની સુચના આધારે અને ના.પો.અધિ. રાધિકા ભારાઇ સાહેબ તથા સી.પી.આઇ. મોરબી આઇ.એમ.કોઢીયા સા.ના માર્ગદર્શન હેઠળ નવાદેવગઢ ગામે ફરીયાદી રવાભાઇ બાલાભાઇ બાલસરાના ખેતરમાથી એકઠો કરેલ કપાસની ગાસડીઓ નગ-૧૩મા ભરેલ ૧૬ મણ કપાસ કિ રૂ ૧૮,૨૮૦/-નો કોઇ અજાણ્યો લોકો ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ તા-૦૭/૦૧/૨૦૨૧ ના ક-૨૦/૩૦ વાગ્યે દાખલ થયેલ જે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માળીયા પો.સબ.ઇન્સ એન.એચ.ચુડાસમા તથા ટીમના માણસો તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે બે શકદારની જીણવટભરી તપાસ કરતા ચોરીનો ભેદ ઉકેલી ચોરીનો કપાસ ભરેલ ગાસડીઓ બન્ને આરોપીઓએ રાત્રીના સમયે ખેતરમાંથી ચોરી કરી ઇસુજી ગાડી નં-GJ-36-T 8239 વાળીમાં ભરીને મોરબી માર્કેટયાર્ડમાં વેચી દીધેલ અને કપાસ વેચાણના રોકડા રૂપીયા તથા કપાસ વેચાણનું માર્કેટયાર્ડના બીલ તથા ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ વાહન સાથે બન્ને ચોરને પકડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
- text
પોલીસે કપાસ ચોરનાર (૧) જેઠાભાઇ ચંદુભાઇ સાલાણી ઉ.વ ૨૧ રહે-નવાદેવગઢ (૨) બાબુભાઇ શંકરભાઇ વાઘાણી ઉ.વ. ૨૨ રહે-નવાદેવગઢની ધરપકડ કરી તેમની પાસેથી ચોરાવ કપાસની ગાસડી વેચાણના રોકડા રૂપીયા ૧૮,૨૮૦ તથા કપાસ વેચાણનુ માર્કેટયાર્ડનુ બીલ તેમજ ચોરી કરવામાં ઉપયોગમાં લેવાયેલ વાહન ઇસુજુ ગાડી નં-GJ-36-7-8239 કબ્જે કરી છે. આ ચોરીનો ભેદ ઉકેલવાની કામગીરી પોલીસ સબ ઇન્સ. એન.એચ.ચુડાસમા તથા એચ.સી. જયેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા તથા પો.કો. ભગીરથસિંહ વિજયસિંહ ઝાલા તથા પો.કો. સહદેવસિંહ અનીરુધ્ધસિંહ જાડેજા તથા પો.કો. યુવરાજસિંહ નીરુભા જાડેજા તથા પો.કો. વિરપાલસિંહ ભીખુભા ઝાલા તથા પો.કો આશીષભાઇ મગનભાઇ ડાંગર તથા પો.કો તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.
- text