લાયન્સ ક્લબ ઓફ નઝરબાગ દ્વારા બીપી અને ડાયાબિટીસના ફ્રી ચેકઅપ કૅમ્પનું રવિવારે આયોજન

- text


લાયન્સ ક્લબ ઓફ નઝરબાગ દ્વારા બીપી અને ડાયાબિટીસના ફ્રી ચેકઅપ કૅમ્પનું રવિવારે આયોજન

- text

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા બીપી અને ડાયાબિટીસના ફ્રી ચેકઅપ કૅમ્પનું રવિવારે આયોજન કરવામાં આવ્યું છે.
કોરોના સમય દરમ્યાન વેબિનારથી માહિતી પુરી પાડનાર ડોક્ટર્સ મિત્રોનો સન્માન કાર્યક્રમ તારીખ 10 જાન્યુઆરી 2021ને રવિવારના રોજ યોજાશે. જેની સાથો સાથ બીપી અને ડાયાબિટીસ ચેકઅપના નિઃશુલ્ક કૅમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ઉપરોક્ત કૅમ્પમાં ડૉક્ટર જયેશ પટેલ અને ડૉક્ટર પ્રયેશ પંડ્યા સેવા આપશે. તારીખ 10/01/21ને રવિવારે સાંજે 4.30થી 6.30 કલાક દરમ્યાન લાયન્સ હેલ્થ સેન્ટર, રવાપર રોડ , બોન્ની ઓટો સામે, મોરબી ખાતે અયોજીત આ કેમ્પનો લાભ લેવા મોરબીની જનતાને અપીલ કરવામાં આવી છે

 

- text