પીપળીયા ચાર રસ્તે આવેલા સેવા સહાય કેન્દ્રની મુલાકાત લેતા રાજ્યના મંત્રી

- text


 

 

રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો નિસ્વાર્થભાવે પ્રચાર-પ્રસાર કરતા યુવા સરપંચના કાર્યથી પ્રભાવિત મંત્રી:

મોરબી: પીપળીયા ચાર રસ્તે માળીયા તાલુકાના નાનકડા ગામના યુવા સરપંચે આદરેલા સેવા કાર્યથી પ્રભાવિત થઈ રાજ્યના અન્ન- પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયા સહિતના નેતાઓએ મુલાકાત લીધી હતી.

ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા, મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, માર્કેટિંગયાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા, મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી જેસંગભાઈ હૂંબલ, મહામંત્રી જયરાજસિંહ જાડેજા સહિત અન્ય ભાજપના કાર્યકર્તાએ પીપળીયા ચાર રસ્તે આવેલા સેવા કેન્દ્ર (જયદીપભાઈ સંઘાણી)ની મુલાકાત લઈ તેમનો કામ કરવાનો જુસ્સો વધાર્યો હતો.

- text

ઉલ્લેખનીય છે કે, પીપળીયા ચાર રસ્તે જયદીપ સંઘાણી નામના યુવા સરપંચે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે એક સેવા કેન્દ્ર ખોલ્યું છે. જ્યાં આધારકાર્ડ, આરોગ્ય યોજનાઓ, વૃદ્ધ પેંશન યોજનાઓ તેમજ ખેતીલક્ષી યોજનાઓ સહિતની તમામ જાણકારી અશિક્ષિત લોકો, ગરીબ તેમજ પછાત લોકોને નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે. તમામ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડી તે અંગેના ડોક્યુમેન્ટ્સ માટે એક જ સ્થળે મદદરૂપ બનતા હોય આસપાસના વિસ્તારોમાંથી દરરોજ સેંકડો લોકો આ સેવા કેન્દ્રની મુલાકાતે આવે છે ત્યારે યુવા સરપંચનો જુસ્સો વધારવા કેબિનેટ મંત્રી સહિતના અગ્રણી નેતાઓએ આ કેન્દ્રની મુલાકાત લીધી હતી.

- text