માળીયા (મી.)માં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

- text


માળીયા (મી.) : માળીયા (મી.)માં વર્લી ફિચરનો જુગાર રમતા એક શખ્સ ઝડપાયો છે. પોલીસ દ્વારા આ શખ્સની અટકાયત કરવામાં આવી છે.

ગઈકાલે તા. 4ના રોજ માળિયા (મી.)માં વાગડીયા ઝાપા પાસે જુની મામલતદાર ઓફીસના ખંઢેર મકાન પાસેથી અબુભાઇ રસુલભાઇ કટીયાને જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી અબુ પાસેથી રોકડ રૂ. 1450 જપ્ત કર્યા છે. તેમજ તેની સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયો છે.

- text

- text