મોરબી તાલુકાના 15 રસ્તાઓને મંજુરી બાદ વધુ 23 કરોડના રસ્તાના કામો મંજુર થયા

- text


સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિતના આગેવાનોની રજુઆત બાદ નાયબ મુખ્યમંત્રીએ નવા કામો કર્યા મંજુર:

મોરબી: ગત 29 તારીખે મોરબી તાલુકાના વિવિધ 15 રસ્તાઓ રીપેરીંગ કામોની મંજૂરી અને જોબ નંબર મળ્યા બાદ આશરે રૂપિયા 23 કરોડના ખર્ચે વધુ રસ્તાઓ રી-કાર્પેટ, રીપેરીંગ કરવાની મંજૂરી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી છે.

મોરબી તાલુકામાં છેલ્લા 7 વર્ષોથી રીપેર ન થયેલા રસ્તાઓની હાલત ભયજનક સ્તરે પહોંચી હતી. નાગરિકો માટે માથાના દુઃખાવારૂપ આ રસ્તાઓ રીપેર કરવા માટે ઉચ્ચસ્તરે વારંવાર રજૂઆતો થતી રહેતી હતી. ત્યારે ગત 29 ડિસેમ્બર 2020ના રોજ મોરબી તાલુકાના 15 માર્ગો રીપેરીંગ કરવાના જોબ નંબર મળ્યા હતા. આ દરમ્યાન રીપેરીંગ માટે અન્ય બાકી રહી જતા માર્ગોના નવીનીકરણ માટે સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતનાઓની ખાસ ભલામણ અને સક્રિય રજૂઆતના અંતે મોરબી તાલુકાના અન્ય માર્ગોના આશરે રૂપિયા 23 કરોડના કામને મંજૂરી મળી છે.

- text

ઉપરોક્ત નાવિન્યકરણ થનારા માર્ગોમાં મોરબી-નાની વાવડી- બગથળાનો 20 કી.મી.નો રસ્તો, 7 કિલોમીટરનો શનાળા-ખાનપરનો રસ્તો (થોરાળાથી ઉપર), 7 કિલોમીટરનો મોરબી-રફાળેશ્વર રોડ, 1.5 કિલોમીટરનો સ્ટેટ હાઇવેથી બરવાળા એપ્રોચ રોડ, 4 કિલોમીટરનો સ્ટેટ હાઇવેથી માનસર રોડ, 6 કિલોમીટરનો ખરેડાથી ચરાડવા રોડ(નોન પ્લાન) અને 3 કિલોમીટરનો ભળીયાદથી જોધપર (નદી)ના એપ્રોચ રોડનો સમાવેશ થાય છે. મોરબી તાલુકા ભાજપના અરવિંદભાઈ વાસદડીયા, જયંતીભાઈ પડશુંબિયા તથા બચુભાઇ ગરચરે ઉક્ત માહિતી આપતા જણાવ્યું હતું કે વધુ રૂપિયા 23 કરોડના રોડ-રસ્તાના કામો માટે જોબ નંબર મળી ગયેલ છે. ટૂંક સમયમાં ઉપરોક્ત માર્ગોનું નાવીન્યકરણ હાથ ધરાશે.

- text