મોરબી જિલ્લા ‘આપ’ દ્વારા સોસીયલ મીડિયા સેલના હોદેદારોની નિમણુંક કરાઈ

- text


મોરબી : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં શાસન ચલાવી રહેલ ભાજપ સામે આમ આદમી પાર્ટીએ દિલ્હીની જેમ લડી લેવાનો મૂડ બનાવી લીધો હોય તેમ લાગે છે. ગઈકાલે ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા ભાજપની સોસિયલ મીડિયા ટિમ જાહેર કરાતા આજ રોજ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા પણ 15 જેટલા યુવાનોના નામ જાહેર કરી ભાજપને ચુનોતી આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ દ્વારા ગઈકાલે યોગેશ રમેશભાઈ રંગપડીયાને જિલ્લા સોશ્યલ મીડિયા સેલ પ્રમુખ જાહેર કરેલ સાથે 3 સોશ્યલ મીડિયા સેલ ઉપપ્રમુખ, 4 સોશ્યલ મીડિયા સેલ મહામંત્રી, 2 સોશ્યલ મીડિયા સેલ સહમંત્રી અને 5 સોશ્યલ મીડિયા સેલ સભ્યોની ટિમ જાહેર કરેલ છે. મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એ. કે. પટેલ દ્વારા ‘આપ’ના સોસીયલ મીડિયા સેલના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે. તેમ જિલ્લા મીડિયા સેલ ઇન્ચાર્જ પરેશ પારીઆ દ્વારા યાદીમાં જણાવાયું છે.

- text

જે મુજબ સોસીયલ મીડિયા સેલમાં જિલ્લા પ્રમુખ તરીકે યોગેશ રંગપડીયાની નિમણુંક કરવામાં આવી છે. તેમજ જિલ્લા ઉપપ્રમુખ તરીકે ચિંતન રાજ્યગુરુ, પિયુષભાઇ પાલરિયા, બ્લોચ મોહમ્મદ આરીફ દીન મોહમ્મદ દતારી અને જિલ્લા મહામંત્રી તરીકે રાધેશભાઈ દેસાઈ, જયદિપસિંહ જાડેજા, ઉમેશભાઈ દુબરીયા, ભરતભાઈ કાસુન્દ્રાની નિમણુંક કરવામાં આવી છે. તેમજ જિલ્લા મંત્રી જીગ્નેશભાઈ ઢેઢી અને જલ્પેશભાઈ પાનને પદભાર સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત, સભ્ય તરીકે કિશનભાઇ કગથરા, ક્રિપાલસિંહ જાડેજા, દશરથ ચાડમીયા, અતુલભાઈ વાઘડિયા અને ધ્રુવકુમાર અગોલા જવાબદારી નિભાવશે.

- text