મોરબી BRC ભવન દ્વારા ચાર ભાષાઓનો સમન્વય સાધતી ‘ભાષાપુષ્પ’ પોકેટ ડાયરી લોન્ચ કરાઈ

- text


મોરબી : મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ સોલંકીની પ્રેરણા તથા બીઆરસી કો. ઓર્ડિનેટર સંદિપ આદ્રોજાના માર્ગદર્શન તથા બગથળા સીઆરસી કો. ઓર્ડીનેટર અરુણભાઈ રાવલના સંકલનથી અને બિલિયા પ્રાથમિક શાળાના ઇનોવેટિવ શિક્ષક તથા મોરબી તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક ગૌતમભાઈ ગોધવીયાના પ્રયોજનથી બીઆરસી ભવન-મોરબી દ્વારા “ભાષા પુષ્પ” નામથી ચાર ભાષાનો સમન્વય કરતી પોકેટ ડાયરી બીઆરસી ભવન મોરબીના ggv બ્લોગ પર આજ રોજ પ્રકાશિત કરવામાં આવેલ છે.

આ પોકેટ ડાયરીમાં જીવાતા જીવન અને દૈનિક શિક્ષણમાં ઉપયોગી શબ્દોની માતૃભાષા, રાજભાષા, વેદભાષા અને આંતરરાષ્ટ્રીય ભાષામાં ખૂબ જ સરસ રીતે સમજૂતી આપેલ છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓના શબ્દભંડોળમાં અભિવૃદ્ધિ કરવા માટે તેમજ ભાષા શિક્ષણને સુદૃઢ અને ગુણવત્તાસભર બનાવવા માટે આ ભાષાપુષ્પ પોકેટ ડાયરી ખૂબ ઉપયોગી સાબિત થશે. આ ભાષાપુષ્પ પોકેટ ડાયરી આ સાથે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.

https://brc-morbi.blogspot.com/2020/12/bhashapushp2020.html

- text

- text