મોરબી : જાહેર સ્થળે થર્ટી ફર્સ્ટના કાર્યક્રમો ન યોજાય તે માટે પોલીસનું સઘન ચેકીંગ રહેશે

- text


કોરોનાને કારણે થર્ટી ફર્સ્ટની ઉજવણી પર રોક

મોરબી : કોરોનાએ આ વખતે તમામ તહેવારોની ઉજવણી કરવાના લોકોના મૂડને મારી નાખ્યો છે ત્યારે છેલ્લે છેલ્લે તંત્રએ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા પર રોક લગાવી દીધી છે. મોરબીમાં આ વખતે થર્ટી ફર્સ્ટની ઉજવણીના તમામ જાહેર કાર્યકમો રદ કરવામાં આવ્યા છે. એકપણ સ્થળે ડાન્સ વિથ ડિનર કે જાહેરમાં ધમાલ મસ્તીના કોઈપણ કાર્યક્રમો યોજાશે નહિ. પોલીસે તમામ કલબને કાર્યક્રમ ન યોજવાની સૂચના આપી દીધી છે. મોરબીમાં દર વર્ષે અમુક સ્થળે થર્ટી ફર્સ્ટની રાત્રે ડાન્સ વિથ ડિનર સહિતની પાર્ટી યોજાતી હોય છે. આ વખતે આ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં કોરોનાના કારણે રોક લગાવી દેવામાં આવી છે.

આ અંગે ડીવાયએસપી રાધિકા ભારાઇએ જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરની રાત્રે તમામ જાહેર કાર્યકમો રદ કરાયા છે અને આ અંગે તમામ કબલને સુચનાઓ આપી દેવામાં આવી છે. આમ છતાં પણ કોઈ કાર્યક્રમ યોજશે તો તેની સામે કાર્યવાહી થશે. જાહેર કાર્યક્રમો ન યોજાઈ તે માટે જિલ્લામાં 10 ચેક પોસ્ટ ચાલુ કરી દેવાય છે અને પોલીસનું તમામ સ્થળે સઘન કોમ્બિગ રહેશે.

- text

- text