મોરબીમાં રખડતાં પશુઓના ત્રાસથી લોકો પરેશાન, તાકીદે ઉકેલ લાવવા પાલિકાને રજૂઆત

- text


મોરબી : મોરબી શહેરમાં ગાય, કુતરા તથા ખૂંટીયાનો ભંયકર ત્રાસની સમસ્યાનો ઉકેલ લાવવા અંગે સામાજીક કાર્યકર રાજુભાઇ દવે તથા જીગ્નેશભાઈ પંડયા, જગદીશ ભાંભોરણીયા, મુશા બ્લોચએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરેલ છે.

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે મોરબીમાં જાહેર જગ્યાએ જેવા કે ખોખાણી શેરી, ગૌરાંગ શેરી, પારેખ શેરી, નાની પારેખ શેરી, નાની બજાર, ગ્રીન ચોક, નગર દરવાજો, રવાપર રોડ, વાવડી રોડ, સામાકાંઠા વિસ્તાર, સેવાસદન સહિતના સ્થળોએ ગાય, કુતરા અને ખુટીયાનો ત્રાસ છે. આ અંગે અગાઉ તા. 25 ફેબ્રુઆરીના રોજ તેમજ 2 મહિના અગાઉ રજુઆત કરેલ હોવા છતાં આ અંગે યોગ્ય પગલા લીધેલ નથી. તો શું આ અરજી ખાલી કાગળ ઉપર જ રેહશે? મોરબીમાં ઠેર-ઠેર રખડતા ઢોરના કારણે અનેક જગ્યાએ ટ્રાફીક જામ થાય ત્યારે 108 ઇમજરન્સી એબ્યુલન્સને નીકળવામાં તકલીફ પડે છે. તેમજ રડખતા ઢોરથી અનેક લોકોએ જીવ ગુમાવાના વારા આવ્યા છે અને ઘણા લોકોને ફેકચર પણ થયેલા છે. ત્યારે હવે આ અરજી ધ્યાને લઇને જો 1 માસમાં નહીં નિકાલ આવે તો 1 માસ પછી ખુટીયા અને કુતરા નગરપાલીકાની કચેરીમાં પુરવામાં આવશે, તેવી ચીમકી આપી છે.

- text

- text