હળવદના માથક ગામે આઠ ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો

- text


હળવદ પંથક ગૌવંશ ઉપર સતત હુમલાઓથી ખળભળી ઉઠ્યું, પોલીસને રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં ન ભરાયા ન હોવાથી ગૌવંશ ઉપર હુમલાઓનો સિલસિલો યથાવત રહેતા ગૌપ્રેમીઓ લાલઘૂમ

હળવદ : હળવદ પંથક ગૌવંશ ઉપર સતત હુમલાઓથી ખળભળી ઉઠ્યું છે. સંબધિત તંત્રના પાપે ગૌવંશ ઉપર વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. જેમાં હળવદના માથક ગામે 8 ગૌવંશ ઉપર તીક્ષીણ હિથયારો વડે ઘાતકી હુમલો કરાયો હતો. અગાઉ પોલીસને રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં ન ભરાયા ન હોવાથી ગૌવંશ ઉપર હુમલાઓનો સિલસિલો યથાવત રહેતા ગૌપ્રેમીઓમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે અને નિર્દોષ અબોલ પશુઓ ઉપર હુમલા કરનાર નરાધમો સામે કકડ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

હળવદ પંથકમાં ગૌવંશ ઉપર ‘ફિર વો હી રફતાર’ની જેમ હુમલાઓની ઘટનાઓ અટકવાનું નામ લેતી ન હોય તેમ વધુ એક હીંચકાર હુમલાની વારદાત સામે આવી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના માથક ગામે આજે અજાણ્યા શખ્સોએ વધુ 8 ગૌવંશને ટાર્ગેટ કરી આ અબોલ પશુઓની પીઠ ઉપર કુરતાપૂર્વક તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકયા હતા. ઘાતકી હુમલાઓ થતા આ 8 ગૌવશ લોહી નીંગળતી હાલતમાં ગામમાંથી મળી આવતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ બનાવને પગલે હળવદની ગૌપ્રેમી સંસ્થા શ્રી રામ ગૌશાળાના અગ્રણી ભાવેશભાઈ ઠકકર અને બજરંગ દળના કાર્યકરો માથક ગામે જવા રવાના થયા હતા અને હુમલામાં ઇજા પામેલા 8 ગૌવંશની સ્થળ ઉપર સારવાર કરવામાં આવશે તેમજ વધુ સારવારની જરૂર જણાશે તો એમ્બ્યુલન્સ મારફત હળવદ ગૌશાળા ખાતે લાવીને સઘન સારવાર કરવામાં આવશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે હળવદમાં ગૌવંશ ઉપર હુમલાની ઘટનાઓ રોજિંદી બની છે. દરરોજ કોઈને કોઈ ગામમાં ગૌવંશ ઉપર હુમલાઓની ઘટનાઓ બને છે. જો કે આવા બનાવો અટકાવવા માટે થોડા સમય પહેલા ગૌપ્રેમીઓએ હળવદ પોલીસને આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ આવા ગંભીર બનાવોમાં પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. પોલીસે એકપણ દોષિત સામે કાર્યવાહી ન કરતા અને એના પરિણામે ગૌવંશ ઉપર હુમલાનો સિલસિલો યથાવત રહેતા ગૌપ્રેમીઓ ઉકળી ઉઠ્યા છે. પોલીસ તંત્ર ઉપરાંત રાજનેતાઓની પણ ચૂપકીદી ગૌપ્રેમીઓને અકળાવી રહી છે. કારણ કે અત્યાર સુધીમાં હળવદ પંથકમાં સંખ્યાબંધ ગૌવંશ ઉપર હુમલાની ઘટનાઓ બની હોવા છતાં એકપણ રાજનેતાએ આ બનાવ મામલે અવાજ ઉઠવ્યો નથી. ત્યારે રાજનેતાઓ અને પોલીસ તંત્ર સાથે મળીને આવા બનાવો અટકાવવા કોઈ નક્કર કાર્યવાહી કરે તેવી ગૌપ્રેમીઓએ માંગ ઉઠાવી છે.

- text