મોરબી જિલ્લા ભાજપ સંગઠનના આઈ.ટી. સેલની રચના કરાઈ

- text


જિલ્લા ભાજપ પ્રમુખે તમામ જ્ઞાતિ અને વિસ્તારને ધ્યાને રાખી મોરબી જિલ્લા આઈ.ટી. સેલના હોદેદારોની નિમણુંક કરી

મોરબી : મોરબી જિલ્લા ભાજપ સંગઠનના આઈ.ટી. સેલના માળખાને તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા તમામ જ્ઞાતિ અને વિસ્તારને ન્યાય મળે તે રીતે મોરબી જિલ્લા આઇ.ટી. સેલના નવા માળખાની રચના કરીને જાહેર કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા આઇ.ટી. સેલના નવા માળખાના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે.

મોરબી જિલ્લા ભાજપ સંગઠનના નવા આઈ.ટી. સેલના માળખાને જાહેર કરવામાં આવ્યું છે.જેમાં મોરબી જિલ્લા આઈ. ટી.સેલ.ના ઇન્ચાર્જ જતીનભાઈ ફુલતરિયા(મોરબી શહેર), સહ ઇન્ચાર્જ રાજેનભાઈ પુરબીયા (મોરબી શહેર), બીજા સહ ઇન્ચાર્જ ગૌરવભાઈ રવીયા (મોરબી શહેર) તેમજ સભ્યોમાં ચંપકસિંહ રાણા, કેવિનભાઈ શાહ, યોગેશભાઈ દેગામાં, વિશાલભાઈ કુકડીયા, કુલદીપભાઈ ચાવડા, પ્રતીકભાઈ પારેધી, પિન્ટુભાઈ સોરીયા, ચિરાગભાઈ સોલંકી, જયભાઈ સારેસા, લાલજીભાઈ સોલંકી, પ્રદીપભાઈ વાઘેલા, દિપકભાઈ માંગે, હાર્દિકભાઈ માલાસણા, આશિષભાઈ જાની, વિજયભાઈ ગજીયા, ચિરાગભાઈ કટારીયા, નવનીતભાઈ પટેલ, વિવેકભાઈ સંઘાણી, રસિકભાઈ પટેલ, નિખિલભાઈ ડાંગર, રોહિતભાઈ સોનાગ્રા, આકાશભાઈ પંડ્યા, કમલભાઈ ગજરા, સાવનભાઈ મારુડા, નીરવભાઈ માનસેતાની નિમણુંક કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયાએ નવા આઈટીસેલમાં આ તમામને મહત્વની જવાબદારી સોંપીને પુરી નિષ્ઠા અને લગનથી જવાબદારી નિભાવની શુભેચ્છા પાઠવી છે.

- text

- text