હળવદના માથક ગામે ગૌવંશ ઉપર ઘાતકી હુમલો કરનાર એક ઝડપાયો

- text


ગૌવંશ ઉપર સતત હુમલાઓથી રોષે ભરાયેલા ગૌપ્રેમીઓએ એક હુમલાખોરને ઝડપીને હળવદ પોલીસને હવાલે કર્યો

હળવદ : હળવદ પંથક ગૌવંશ ઉપર સતત હુમલાઓથી ખળભળી ઉઠ્યું છે. સંબધિત તંત્રના પાપે ગૌવંશ ઉપર વધુ એક હુમલાની ઘટના સામે આવી હતી. જેમાં હળવદના માથક ગામે 8 ગૌવંશ ઉપર તીક્ષ્ણ હિથયારો વડે ઘાતકી હુમલો કરાયો હતો. આથી, ગૌવંશ ઉપર સતત હુમલાઓથી રોષે ભરાયેલા ગૌપ્રેમીઓએ જાતે જ વોચ ગોઠવીને એક હુમલાખોરને પકડી પાડ્યો હતો અને આ હુમલાખોરને હળવદ પોલીસને હવાલે કર્યો હતો.

હળવદ પંથકમાં ગૌવંશ ઉપર ફિર વોહી રફતારની જેમ હુમલાઓની ઘટનાઓ અટકવાનું નામ લેતી ન હોય તેમ વધુ એક હીંચકાર હુમલાની વારદાત સામે આવી હતી.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના માથક ગામે આજે અજાણ્યા શખ્સોએ વધુ 8 ગૌવંશને ટાર્ગેટ કરી આ અબોલ પશુઓની પીઠ ઉપર કુરતાપૂર્વક તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકયા હતા. ઘાતકી હુમલાઓ થતા આ 8 ગૌવંશ લોહી નિગળતી હાલતમાં ગામમાંથી મળી આવતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ બનાવને પગલે હળવદની ગૌપ્રેમી સંસ્થા શ્રી રામ ગૌશાળાના અગ્રણી ભાવેશભાઈ ઠકકર અને બજરંગ દળના કાર્યકરો માથક ગામે પહોંચી ગયા હતા અને હુમલામાં ઇજા પામેલા 8 ગૌવંશની સ્થળ સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી.

- text

હળવદ પંથકમાં ગૌવંશ ઉપર સતત હુમલાઓની ઘટનાથી ગૌપ્રેમીઓમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતો. આથી, ગૌપ્રેમીઓએ માથક ગામે જાતે જ વોચ ગોઠવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી અને એક હુમલાખોરને ઝડપી લીધો હતો. આ હુમલાખોરનું નામ રાજુ આદિવાસી હોવાનું જાણવા મળ્યું છે. ગૌપ્રેમીઓએ પોલીસને બોલાવીને આ આરોપીને તેમના હવાલે કરી દીધો હતો. હળવદ પોલીસે આ આરોપીને પોલિસ સ્ટેશને લાવીને પૂછપરછ હાથ ધરી છે.

- text