વાંકાનેરમાં વાદીપરા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, એકને ઇજા

- text


વાંકાનેર : વાંકાનેરમાં વાદીપરા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક બાઇકચાલકને ઇજા પહોંચી હતી. આ અકસ્માત અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ગઈકાલે તા. 30ના રોજ વાંકાનેર શહેરમાં નર્સરી રોડ પર વાદીપરા પાસે ફરીયાદી દીનેશભાઇ ડાયાભાઇ રાઠોડના મો.સા રજી નં જીજે-૦૩-એએફ-૨૪૬૮ વાળુ લઇને જતા હતા. ત્યારે મો.સા રજી નં જીજે-૦૩-સીઈ-૭૩૦૬ પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી પાછળથી ભટકાડી એકસીડન્ટ કર્યો હતો. આથી, ફરીયાદી દિનેશભાઇ ફંગોળાઇ રોડ ઉપર પડી જતા શરીરે નાની-મોટી તથા ડાબા પગે ફેકચર જેવી ઈજા થઇ હતી. હાલમાં પોલીસે આરોપી બાઇકચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text

- text