આમરણ ગામના ST બસ સ્ટેશનમાં સુતેલા ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મૃત્યુ

- text


મોરબી : ગઈકાલે તા. 30ના રોજ મોરબી તાલુકાના આમરણ ગામના બસ સ્ટેન્ડમાં એસટી બસ ડ્રાઈવર રામસિંગ ગુલાબસિંગ બારૈયા (ઉ.વ. 46, રહે-ગાંજીપુર, તા-અગરવાડા, જી-પંચમહાલ) સુતા હતા. તે દરમ્યાન હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બાદમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text

- text