ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાતા વધેલા ઠંડીના પ્રભાવમાં ઠૂંઠવાતું જનજીવન

- text


મોરબી : છેલ્લા બે દિવસથી મોરબી-શહેર જિલ્લામાં વધેલા ઠંડીના પ્રભાવથી જનજીવન પ્રભાવિત થયું છે. ઉત્તર-પશ્ચિમના ફૂંકાતા ઠંડા પવનને લઈને જિલ્લામાં ઠંડા પવનનું જોર પણ વધ્યું છે.

છેલ્લા બે દિવસોથી મોરબી જિલ્લામાં વધેલા ઠંડીના પ્રભાવને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. ઉત્તર ભારતના જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ સહિતના પહાડી વિસ્તારોમાં થયેલી બરફવર્ષાને કારણે મોરબી જિલ્લા-શહેરમાં પણ ટાઢોડું છવાયું છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે ઠંડા પવનના સુસવાટા વહેતા હોય વાતાવરણ ટાઢુંબોળ બન્યું છે. સામાન્ય ઠંડીમાં ગરમ વસ્ત્રોનો ઉપયોગ ન કરનારા લોકોએ પણ સ્વેટર, ટોપી, મફલર, ગરમ કોટ સહિતના વસ્ત્રો પહેરવા પડે એટલી ઠંડી શરૂ થતાં જ બજારોમાં લગભગ દરેક નાગરિકો વ્હેલી સવારે અને સાંજે ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળી રહ્યા છે.

ઠંડીની વધતી અસરને લઈને બજારોમાં વ્હેલી સવારની અને મોડી રાત્રીની ચહેલ પહેલ ઓછી થઈ ગઈ છે. ખાસ કરીને રાત્રે 8 વાગ્યા સુધીમાં તો બજારો બંધ થઈ જતી જોવા મળી રહી છે. ત્યારે આવનારા દિવસોમાં ખાસ કરીને ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં હજુ ઠંડી વધશે એવો વાર્તારો હવામાન વિભાગે દર્શાવ્યો છે.

- text

- text