જેતપર નજીકના ગામોમાં હડકાયા શ્વાને 12થી વધુ મજૂરોને બચકા ભરતા ગ્રામજનોમાં ફફડાટ

- text


દર્દીઓને જેતપર સીએચસીમાં સારવાર અપાઈ

મોરબી : મોરબી અને માળીયા તાલુકાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં હડકાયા કુતરાએ રીતસરનો આતંક મચાવ્યો હતો. વહેલી સવારે 12થી વધુ શ્રમિક મજૂરોને હડકાયા કૂતરાએ બચકા ભરતા તમામ લોકોને સારવાર માટે જેતપર સીએચસી ખસેડવામાં આવ્યા હતા.

શિયાળો નજીક આવતાની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા કૂતરાને હડકવા થવાના અને લોકોને બચકા ભરવાના બનાવ વધ્યા છે. શુક્રવારે વહેલી સવારે મોરબી અને માળીયા તાલુકાના રાપર, અણીયારી, દેવળીયા અને પાવડીયારી સહિતના ગામમાં 12 જેટલા લોકોને કૂતરાએ બચકા ભરતા પ્રથમ જેતપર સીએચસીમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી પ્રાઇમરી સારવાર અપાયા બાદ મોરબીની સીવીલ હોસ્પિટલમાં રીફર કરવામા આવ્યા હતા.

- text

- text