મોરબી જિલ્લામાંથી હદપાર કરાયેલા હોવા છતાં વાંકાનેરમાં બે આરોપીઓ તેના ઘરેથી ઝડપાયા

- text


વાંકાનેર : મોરબી જિલ્લામાંથી હદપાર કરાયેલા હોવા છતાં વાંકાનેરમાં બે શખ્સો તેના ઘરેથી ઝડપાયા છે. આ બંને શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં હદપારી હુકમના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.

વાંકાનેર શહેરમાં વાંકાનેર ગાયત્રી મંદીર સામે દાતાર ટેકરી નજીક મફતીયાપરામાં રહેતા ઘનશ્યામ ઉર્ફે ઘનો જીવરાજભાઇ પઢારીયા તેમજ જીનપરા ચોકમાં રહેતા ઇનાયત અયુબભાઇ પીપરવાડીયાને વાંકાનેર મુકામે તેમના ઘરેથી પકડી પાડવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ મોરબી જીલ્લા તેમજ રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, કચ્છ અને જામનગર જીલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરાયેલા છે. તેમ છતાં આરોપીઓ વાંકાનેરમાંથી મળી આવતા પોલીસ દ્વારા બંનેની અટકાયત કરવામાં આવી છે.

- text

- text