હરબટીયાળી નજીક ટેન્કર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, એક ઘાયલ

- text


ટંકારા : ટંકારાના રાજકોટ-મોરબી રોડ પર હરબટીયાળી નજીક ડિઝલનુ ટેન્કર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં એક ડ્રાઈવરને ઈજા થતા તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાના રાજકોટ-મોરબી રોડ પર હરબટીયાળી નજીક મોરબી તરફ જતુ ટેન્કર અને માલ સામાન ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલક સોરઠિયા સાગર મનસુખભાઈ (ઉ.વ. 35)ને ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સને કરતા પાઈલોટ કેતનસિંહ અને ડો. રૂબિયાબેન ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમજ ઘાયલ ડ્રાઈવરને સારવાર અર્થે ટંકારાની હોસ્પિટલમાં ખસેડયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે દાખલ કર્યા છે.

- text

- text