ડેઈલી માર્કેટ રિપોર્ટ : કોટનમાં ૭,૩૭૫ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૬૮,૬૭૫ ગાંસડીના સ્તરે

- text


 

સોનાના વાયદાના ભાવમાં રૂ.૪૧૮ અને ચાંદીમાં રૂ.૮૯૩નો ઘટાડો: મેન્થા તેલ અને કોટનમાં સુધારો: કપાસ, સીપીઓમાં નરમાઈ: ક્રૂડ તેલ નોમિનલ ઘટ્યું: પ્રથમ સત્રમાં રૂ.૧૦,૭૬૯ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૭૬,૬૮૩ સોદામાં રૂ.૧૦,૭૬૯.૫૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૧૮ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૮૯૩ ઘટ્યો હતો.

બિનલોહ ધાતુઓ એકંદરે વધી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં નોમિનલ ઘટાડા સામે નેચરલ ગેસ સુધર્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ૭,૩૭૫ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૬૮,૬૭૫ ગાંસડીના સ્તરે પહોંચ્યો હતો. કોટન અને મેન્થા તેલમાં સુધારા સામે કપાસ અને સીપીઓમાં નરમાઈ હતી.
કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૦૯૯૫૫ સોદાઓમાં રૂ.૫૯૫૦.૯૪ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૯૮૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૯૮૫૦ અને નીચામાં રૂ.૪૯૬૨૧ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૧૮ ઘટીને રૂ.૪૯૬૯૧ બંધ રહ્યો હતો.

ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૨૧ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૯૮૫૬ અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૯ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૯૭૯ થયા હતા, જ્યારે સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૬૯ ઘટીને બંધમાં રૂ.૪૯૬૮૦ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૪૫૨૧ ખૂલી, ઊપરમાં રૂ.૬૪૫૬૭ અને નીચામાં રૂ.૬૩૯૨૫ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૯૩ ઘટીને રૂ.૬૪૨૯૯ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૮૫૯ ઘટીને રૂ.૬૪૨૮૪ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૮૫૪ ઘટીને રૂ.૬૪૨૮૨ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૫૧૧૯ સોદાઓમાં રૂ.૧૭૯૦.૫૪ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૩૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૪૦૭ અને નીચામાં રૂ.૩૩૪૦ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪ ઘટીને રૂ.૩૩૬૭ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૨૧૭ સોદાઓમાં કુલ રૂ.૨૬૮.૪૬ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ડિસેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૯૮૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૮૯૦ અને નીચામાં રૂ.૧૯૭૭૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦ વધીને રૂ.૧૯૮૫૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૮૯૩.૧ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧.૮ ઘટીને બંધમાં રૂ.૮૯૦.૩ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૪૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૦ અને નીચામાં રૂ.૯૪૫ રહી, અંતે રૂ.૯૪૬.૯ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૬૭ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૬૭ અને નીચામાં રૂ.૧૧૫૧.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬ ઘટીને રૂ.૧૧૬૩.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૯૭૪૧ સોદાઓમાં કુલ રૂ.૨૮૫૬.૦૮ કરોડ ની કીમતનાં ૫૭૪૩.૫૭ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૯૦૨૧૪ સોદાઓમાં કુલ રૂ.૩૦૯૪.૮૬ કરોડ ની કીમતનાં ૪૮૧.૪૩૫ ટન, ક્રૂડ તેલમાં ૫૭૧૬ સોદાઓમાં રૂ.૩૩૫.૨૪ કરોડનાં ૯૯૩૨૦૦ બેરલ્સ, કોટનમાં ૧૮૩ સોદાઓમાં રૂ.૧૪.૬૭ કરોડનાં ૭૩૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૯૯૦ સોદાઓમાં રૂ.૨૫૨.૩૭ કરોડનાં ૨૮૩૭૦ ટન, મેન્થા તેલમાં ૫ સોદાઓમાં રૂ.૫૧.૧૩ લાખનાં ૫.૪ ટન, કપાસમાં ૩૯ સોદાઓમાં રૂ.૯૦.૬૪ લાખનાં ૧૫૬ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૪૫૨૦.૯૦૭ કિલો, ચાંદીના વાયદાઓમાં ૪૮૩.૧૨ ટન, ક્રૂડ તેલમાં ૧૭૧૬ બેરલ્સ, કોટનમાં ૬૮૬૭૫ ગાંસડી, સીપીઓમાં ૯૧૯૬૦ ટન, મેન્થા તેલમાં ૧૨૪.૨ ટન અને કપાસમાં ૫૫૬ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૯૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૯૭૦ અને નીચામાં રૂ.૯૧૯.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૩૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૬૬ ખૂલી, ઊપરમાં રૂ.૪૩૩.૫ અને નીચામાં રૂ.૩૬૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૧૧.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૨૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૫૦ અને નીચામાં રૂ.૧૧૧૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૬૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૪૪૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૮૪ અને નીચામાં રૂ.૧૪૪૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૧૫ બંધ રહ્યો હતો.

તાંબાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં પુટ ઓપ્શન્સમાં રૂ.૫૮૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩ ખૂલી, ઊપરમાં રૂ.૩ અને નીચામાં રૂ.૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૮૯ અને નીચામાં રૂ.૫૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૩.૯ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૦૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૯.૧ અને નીચામાં રૂ.૮૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૫.૯ બંધ રહ્યો હતો.

- text