મોરબીમાં કોરોના વેકસીન સૌપ્રથમ તબીબો- નર્સિંગ સહિતના 4000 કર્મીઓને અપાશે, તંત્રએ યાદી તૈયાર કરી

- text


 

મોરબી જિલ્લામાં કોરોના રસી આપવા અંગે તંત્રએ આગોતરૂ આયોજન શરૂ કર્યું

મોરબી : હાલ કોરોના મહામારીનો બીજો રાઉન્ડ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે. અને દિન પ્રતિદિન હજારોની સંખ્યામાં કેસ વધી રહયા છે. ત્યારે બીજી તરફ વિશ્વભરના વૈજ્ઞાનિકો આ મહામારીથી લડવા વેકસીન માટે મહેનત કરી રહ્યા છે. દુનિયાભરમાં કોરોનાની વેકસીનની ટ્રાયલ ચાલી રહી છે જે પૈકી અમુક વેકસીનની ટ્રાયલ છેલ્લા તબક્કામાં છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ વેકસીન બનાવતી કંપનીની મુલાકાત લીધી ત્યારબાદથી વહેલી તકે દેશમાં રસીકરણની કામગીરી શરૂ થશે તેવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.

ગુજરાતમાં પણ રાજય સરકારના આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગ દ્વારા તેની તૈયારીઓ આરંભી દેવાઇ છે.ત્રણ તબક્કામાં વેકસીન આપવામાં આવે તેવી પ્રાથમિક ચર્ચા ચાલી રહી છે.જેમાં પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કામા આરોગ્ય સાથે જોડાયેલ સરકારી કે ખાનગી ક્ષેત્રના તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, લેબ ટેક્નિશીયન તેમજ કોરોનાની કામગીરીમાં દર્દીઓના સીધા સંપર્કમાં આવનાર ફ્રન્ટ લાઈન વોરીયર્સને આપવાનું આયોજન કરાઈ રહ્યું છે.

- text

મોરબી જિલ્લાની સ્થિતિ મુજબ કુલ 4000 જેટલા આરોગ્ય કર્મીઓ આંગણવાડી કાર્યકરો, આશા બહેનોને આવરી લેવાનું આયોજન છે. બીજા તબક્કામાં, પોલીસ, બેન્ક, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, શિક્ષકો, મીડિયા કર્મીઓ તેમજ જે કોઈના કોઈ રીતે લોકોની સાથે સીધા જોડાયેલ છે તેમને આપવામાં આવી શકે છે ત્રીજા તબક્કામાં સિનિયર સીટીઝન ડાયાબિટીસ બ્લડ પ્રેસર કે અન્ય ગંભીર બીમારી ધરાવતા લોકો જાહેર જગ્યા પર ધંધા રોજગાર કરતા લોકો જે સુપર સ્પ્રેડર બની શકે તેવા ધંધાર્થીઓને પણ તેમાં સાંકડી લેવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ રસિકરણ કામગીરી ક્યારે, કેટલા ડોઝમાં અને કોને કોને અપાવી તેનો ફાઇનલ એક્શન પ્લાન હજુ બાકી છે.

- text