4 ડિસેમ્બર : મોરબી જિલ્લામાં 22 નવા કેસ સામે 6 સાજા થયા, જયારે આજે પણ વધુ ત્રણ દર્દીના મૃત્યુ

- text


મોરબી તાલુકામાં 18, વાંકાનેર તાલુકામાં 2, હળવદ તાલુકામાં 1, ટંકારા તાલુકામાં 1 કેસ નોંધાયો : મોરબી જિલ્લામાં આજે પણ વધુ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી : કુલ મૃત્યુઆંક : 174

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 4 ડિસેમ્બર, શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1025 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 22 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 09
મોરબી ગ્રામ્ય : 09
વાંકાનેર સીટી : 02
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 01
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 01
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 22

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 05
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 01
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 06

- text

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 214
કુલ ડિસ્ચાર્જ કેસ : 2394
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 156 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 174
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2782
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 117412

મોરબી જિલ્લામાં આજે પણ વધુ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી.

નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

- text