ટોયઝ ઇન્ડસ્ટ્રી માટે મોરબીમાં અલગ GIDC અને જરૂરી સુવિધા ઉભી કરવા CMને રજૂઆત

ટોયઝ મેન્યુફૅક્ચરિંગ માટે નવી ઈન્ડસ્ટ્રીઝ પોલીસી બનાવવી, મોરબીમાં કોમન યુટીલીટી ફેસેલીટી ડેવલોપ કરવું તેમજ મોરબીમાં G.I.D.C. ડેવલોપ કરવું જોઈએ : જયસુખભાઈ પટેલની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત

મોરબી : ગુજરાતમાં ટોયઝ મેન્યુફૅક્ચરિંગ માટે નવી ઈન્ડસ્ટ્રીઝ પોલીસી M.S.M.E બનાવવા, ટોયઝ મેન્યુફેકચરીંગ માટે મોરબી ખાતે કોમન યુટીલીટી ફેસેલીટી ડેવલોપ કરવા તેમજ મોરબી જીલ્લામાં અંદાજે 1000 એકર લેન્ડમાં અલગ G.I.D.C. ડેવલોપ કરવા બાબતે મોરબી ક્લોક મેન્યુફેકચરીંગ એલાયન્સના આગેવાન જયસુખભાઈ પટેલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરેલ છે.

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે મોરબી ક્લોક મેન્યુફ્રેક્ચર એલાયન્સમાં 350થી વધારે સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ જોડાયેલ છે. મોરબીમાં સિરામીક પેપરમીલ/ લેમીનેશન અને અન્ય ઈન્ડસ્ટ્રીઝમાં 4000થી વધારે મોટા, મીડીયમ અને લઘુ ઈન્ડસ્ટ્રીઝ આવેલ છે. જેમાં 2 લાખ લોકોને ડાયરેકટ તથા ઈનડાયરેકટ રોજગાર મળે છે. અને મોરબી આજે ઘણી બધી પ્રોડકટમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

ટોયઝ મેન્યુફેકચરીંગ એક એવો બીઝનેસ છે કે જેમાં લાખો ડિઝાઈન અને વેરાયટી હોય છે. અને ચાઈનામાં પણ આ બીઝનેસમાં 80%થી વધારે લઘુ અને મીડીયમ ઈન્ડસ્ટ્રીઝ છે. ટોયઝ મેન્યુ. માટે યુનીટો લઘુ અને સ્મોલ સ્કેલ વધારે હોય છે. ગુજરાતને જો ટોયઝ મેન્યુ.માં આગવું સ્થાન ધરાવવું હશે તો લઘુ/ સ્મોલ/મીડીયમ ઈન્ડસ્ટ્રિ ધ્યાનમાં રાખીને ટોયઝ પોલીસી બનાવવી જોઈએ.

જેમાં મોરબી ક્લોક મેન્યુ. એલાયન્સના સજેશનો નીચે મુજબ છે.

1. હાલ ઈન્ડિયા અને ચાઈના ઈન્ડસ્ટ્રીઝની કોસ્ટ ઓફ પ્રોડકશનમાં 20% જેવા ડિફરન્ટ આવે છે, (ટેકસ ચોરી ઈમ્પોર્ટના કારણે). જે સ્મોલ અને મીડીયમ ઈન્ડસ્ટ્રીઝવાળાને મળે એવુ હોવુ જોઈએ.

2. ટોયઝમાં હાલ નવા યુનીટો આવશે નહી કારણ કે ચાઈના સામે હરીફાઈમાં તે ટકી શકતા નથી. જેથી, હાલ ચાલુ યુનીટોને નવી પોલીસીમાં સમાવેશ કરવો જોઈએ તો જ નવી પોલીસી સકસેસ જાય.

3. નવી ટોયઝ પોલીસી સ્મોલ, લઘુ અને ડાયરેક બેનીફીટ જેવા કે ઈ-ડયુટી માફી / ઈલેક્ટ્રીસીટી કોસ્ટના યુનીટમાં રાહત, લેબરના P.F.માં રાહત, વધારેમાં વધારે લોકોને રોજગાર મળે તેવી રીતે રોજગારમાં વધારે રાહત, G.S.T.માં બેનીફીટ વગેરે હોવુ જોઈએ.

4. નવી ટોયઝ પોલીસીમાં સ્મોલ/લઘુ માટે એવી જોગવાઈ કરો કે વધારે લોકોને કામ આપે તેને વધારે બેનીફીટ. એટલે કે રોકાણ ઉપર નહી રોજગાર ઉપર બેનીફીટ આપવા જોઈએ.

5. નવી પોલીસી સીમ્પલ અને પ્રેકટીકલ હોવી જોઈએ. નહી કે ‘જો અને તો’વાળા સ્પીડ બ્રેકર વાળી. જે કંઈપણ બેનીફીટ આપો તેમાં કોઈપણ કન્ડીશનો હોવી જોઈએ.

6. આ પોલીસીના ફેમ વર્કમાં જે કમીટી બનાવવામાં આવે, તેમાં સંસ્થાને તથા ઈન્ડસ્ટ્રીઝવાળાને પણ સહભાગી બનાવો. જેથી, પોલીસી 100% સકસેસ થાય.

આ મુજબ નવી ટોયઝ ઈન્ડસ્ટ્રીઝ પોલીસી માટે સંસ્થાના સજેશનો છે. મોરબી ખાતે કોમન ફેસેલીટી સેન્ટર માટે G.I.D.C. તથા ઈન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટને લેટર લખેલ છે. અને સજેશનો આપેલ છે. મોરબી તાલુકાના શકત-શનાળા ગામે રાજકોટ હાઈવે ટચ સરકારી વેસ્ટ લેન્ડ આવેલ. જે આ માટે 100% યોગ્ય છે.

મોરબી જીલ્લામાં ટોયઝ મેન્યુફેક્ચર હબ બનાવવા માટે G.I.D.C. બાબત :

મોરબી જીલ્લાના લોકો સાહસીક, ડાયનામેટીક અને ઈન્ડસ્ટ્રીઝમાં ફાઈટ કરી સકશેસ થવાની માનસીકતા ધરાવે છે. મોરબીમાં હજારો લોકો પોતાનો બીઝનેસ કરવા થનગને છે. તેઓ જો પોતાના વિસ્તારમાં જ જો G.I.D.C. હોય તો 100% તેઓ ટોયઝ માટે આગળ આવશે. મોરબીમાં અન્ય રાજયોમાંથી પણ એજીનીયર્સ, મેનેજર, કોમસીપલ, ટેકનીકલ લોકો આવે છે અને તેઓ લોકલ લોકો સાથે પાર્ટનરશીપ કરીને ઈન્ડસ્ટ્રીઝ કરતા હોય છે.

મોરબી જીલ્લામાં નીચે મુજબના લોકેશન ઉપર આવી G.I.D.C કરવામાં આવે તો 100% સક્સેસ થાય.

1. મોરબી-માળીયા-હળવદના ટ્રાય એંગલ, જે અનડેવલોપ છે, પણ લોકેશનવાઈઝ 100% સારૂ છે. સારા રોડ, પોર્ટ, અન્ય રાજયો સાથેની કનેકટીવીટી તથા વર્ક ફોર્સ અને ગેસ, પાવર, રોડ અને સરકારી વેસ્ટ લેન્ડ પણ માળીયા તાલુકામાં મળી શકે તેમ છે.

2. મોરબી-વાંકાનેર બાઉન્ડરી, વાંકાનેર અને ચોટીલા બાઉન્ડરી એક એવું લોકેશન છે. જ્યાં રાજકોટ, મોરબી, વાંકાનેરને કનેક્ટિવિટી મળે અને વાંકાનેર તાલુકાના નેશનલ હાઈવે ઉપર સરકારી વેસ્ટ લેન્ડ પણ મોટા પ્રમાણમાં મળી શકે.

ગુજરાતમાં ટોયઝ ઇન્ડસ્ટ્રી ડેવલપ થવાની શકયતાઓ બહુ ઉજળી છે. જો એક હાઈ લેવલ કમીટી બનાવી અને ચર્ચાઓ કરવામાં આવે તો ગુજરાત ટોયઝમાં નં. 1નું સ્થાન ધરાવી શકે છે. અને આવતા 5 વર્ષમાં અંદાજે 10થી 15 હજાર કરોડ રૂ.નુ ટર્નઓવર સાથે 1 લાખથી વધારે લોકોને ડાયરેકટ રોજગાર મળી શકે તેમ છે. તેમ મોરબી કલોક મેન્યુફેકચરીંગ એલાયન્સના આગેવાન જયસુખભાઈ પટેલે રજુઆતમાં જણાવેલ છે.