મોરબી : નાની વાવડીમાં ભાઈને દારૂ ન પીવડાવવા બાબતે ઠપકો આપવા ગયેલા યુવાન પર ગુપ્તી વડે હુમલો

- text


મોરબી : ચોરી ઉપરથી સીનાજોરી જેવા એક બનાવમાં પોતાના ભાઈને દારૂ આપવા બાબતે ઠપકો આપવા ગયેલા યુવાન પર નાની વાવડી સ્થિત ફરિયાદીના ઘેર જઈ ગુપ્તી વડે હુમલો કરતા થયેલી પોલીસ ફરિયાદના આધારે તાલુકા પોલીસે હુમલાખોરને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક નાની વાવડી ગામે ખોડિયાર સોસાયટીમાં રહેતા 40 વર્ષીય કિશોરસિંહ નટુભા ઝાલા નામના યુવાને નાની વાવડી ગામે રહેતો પ્રવીણ પટેલ નામનો શખ્સ પોતાના ભાઈને દારૂ પીવડાવતો હોય તેને એ અંગે ઠપકો આપવા ગયા હતા. આ બાબતનો દ્વેષ રાખી પ્રવીણ પટેલ ફરિયાદી કિશોરસિંહના ઘેર બાઇક લઈ પહોંચ્યો હતો અને ગાળાગાળી કરી કિશોરસિંહ ઝાલાના ડાબા હાથ પર ગુપ્તી ઝીંકી દેતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવની જાણ તાલુકા પોલીસ મથકમાં કરાતા પોલીસે હુમલાખોર પ્રવીણ પટેલ સામે હથિયારધારા ભંગની કલમ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પો. મથકના પો.હેડ. કોન્સ. કે.એ. ચૌહાણ ચલાવી રહ્યા છે.

- text

- text