માળીયા (મી.)ના નવાગામમાં જુદા-જુદા ચાર સ્થળે પોલીસ દ્વારા દેશી દારૂની રેઇડ

- text


પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના નવાગામમાં ગઈકાલે તા. 30 નવેમ્બરના રોજ જુદા-જુદા ચાર સ્થળે પોલીસ દ્વારા દેશી દારૂની રેઇડ પાડવામાં આવી હતી. માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

નવાગામથી મેઘપર જવાના રસ્તે આવેલ તલાવડીના વોકળા કાંઠે બાવળની ઝુડમા અબ્બાસ અકબરભાઇ જેડા તથા રફીક રાયબભાઇ જેડાએ ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર દેશી પીવાનો દારુ બનાવવાનો ઠંડો આથો લોખંડના ૨૦૦ લીટરની ક્ષમતાવાળા બેરલ નંગ 5માં આથો લીટર આશરે 1000 કિ.રૂ. 2000/- ના મુદામાલ છુપાવી રાખ્યો હતો. પોલીસે રેઇડ દરમ્યાન મુદામાલ કબ્જે કરી આરોપી અબ્બાસને પકડી લીધો છે. તેમજ આરોપી રફીકને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

નવાગામમાં મચ્છુ નદીના પુર્વ તરફના કાંઠે જી.ઇ.બી.ના હેવી લાઇનની પાસે ફુલેક દાદાની દરગાહથી આગળ આમદ રશુલભાઇ જેડાએ ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર 1200 (કિ.રૂ. 2400)નો મુદામાલ રાખ્યો હતો. જે મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે. તેમજ પોલીસની રેઇડ દરમ્યાન આરોપી સ્થળ ઉપર હાજર નહી મળી આવતા હાલમાં પોલીસે તેની શોધખોળ કરી રહી છે.

- text

આ ઉપરાંત, નવાગામમાં આરોપી ઇમરાન રાયબભાઇ જેડાએ પોતાના કબ્જા ભોગવટાવાળી જાહેર જગ્યામા રાખેલ ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર 400 (કિ.રૂ. 800) તથા દેશી પિવાનો દારૂ આશરે લીટર 105 (કિ.રૂ. 2100) મળી કુલ કિ.રૂ. 2900ના મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ પોલીસ દ્વારા આરોપી ઈમરાનની અટકાયત કરવામાં આવી છે.

નવાગામની સીમમાં મચ્છુ નદીના પશ્ચીમ તરફના કાંઠે જી.ઇ.બી.ના હેવી લાઇનના થાંભલાની પાસે આરોપી મુસ્તાક બાબાભાઇ કટીયાએ પોતાના કબ્જા ભોગવટાવાળી જાહેર જગ્યામા ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર 400 (કિ.રૂ. 800) તથા દેશી પિવાનો દારૂ આશરે લીટર 100 (કિ.રૂ. 2000) મળી કુલ કિ.રૂ. 2800ના પ્રોહી મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસની રેઇડ દરમ્યાન આરોપી સ્થળ ઉપર હાજર નહી મળી આવતા હાલમાં પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text