મોરબીની ધર્મભૂમિ સોસાયટીમાં તુલસી વિવાહની ભાવભેર ઉજવણી કરાઇ

- text


મોરબી : ગઇકાલે નૂતન વર્ષની પ્રથમ અગિયારસ એટલે કે દેવદિવાળી હતી. પુરાણો મુજબ દેવદિવાળીના રોજ ભગવાન શાલિગ્રામ અને તુલસીના વિવાહ થયા હતા. આથી, ઘરે-ઘરે તુલસી વિવાહના મંડપ રચીને તુલસીના વિવાહ કરી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ગઇકાલે મોરબીમાં પણ ઘરે-ઘરે તુલસી વિવાહ કરવામાં આવ્યા હતા. જેમાં ઘરે ઉગાડેલા તુલસીના છોડને ચુંદડી ઓઢાડી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. અને શેરડીના સાટાથી મંડપ રચવામાં આવ્યો હતો. ત્યારે મોરબીની સોસાયટીમાં તુલસી વિવાહની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના-મોટા સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

- text

- text