મોરબીના સાવસર પ્લોટમાં ઉભરાતી ગટર વેપારીને જાતે જ સાફ કરવી પડી!

- text


 

ગટરની સમસ્યા મામલે તંત્ર પરથી લોકોનો ભરોસો ઉઠ્યો , આપના હાથ જગન્નાથની ઉક્તિને સાર્થક કરાઈ

મોરબી : મોરબીમાં તંત્રના પાપે ઉભરાતી ગટરની ગંદકીએ એટલી હદે માજા મૂકી છે કે હવે લોકોનું આરોગ્ય ભગવાન ભરોસે થઈ ગયું છે.તેમાંય ગટરની સમસ્યા ઉકેલવામાં ભારે બેદરકારી દાખવાનાર તંત્ર પરથી હવે લોકોનો ભરોસો ઉઠ્યો છે અને આપના હાથ જગન્નાથની ઉક્તિને સાર્થક કરીને લોકોને જાતે ઉભરાતી ગટરની સફાઈ કરવી પડી છે.ત્યારે સવાલ એ છે કે ,આ બાબતથી તંત્ર બોધપાઠ લેશે ખરું ?

- text

મોરબીના સાવસર પ્લોટ પ્રભાત હોસ્પિટલ પાસે ઘણા સમયથી ભૂગર્ભ ગટર ગંદકીથી ઓવરફ્લો થયા કરે છે અને ગટરના ગંદા પાણી સતત વહેતા હોવાથી બેસુમાર ગંદકી ફેલાઈ છે.આ વિસ્તારમાં અનેક હોસ્પિટલો અને અનેક દુકાનો અને રહેણાંક વિસ્તારમાં આવેલો છે.આથી ગટરની ગંદકીના કારણે રોગચાળાનું જોખમ વધ્યું છે.આ બાબતે પાલિકા તંત્રને અનેક રજુઆત કરવા છતાં તંત્રની ઉંઘ ઉડી ન હતી.આથી આ વિસ્તારના દુકાનદારે જાતે જ ગટરની સફાઈ કરી હતી.વેપારીએ હાલના તબબકે ગટરની સાફ કરી છે.પણ તંત્ર આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા ગટરની સફાઈની નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text