રાજકોટ જિલ્લા બેંકે મોરબીના આઠ સભાસદોના વારસદારોને અકસ્માત વીમાના 10-10 લાખના ચેક અર્પણ

 

મોરબી સહિત 8 સ્થળે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંકની ઓનલાઇન વાર્ષીક સામાન્ય સભા મળી

મોરબી : સૌરાષ્ટ્રની સૌથી મોટી કો.ઓપરેટિવ બેન્ક એવી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કની આજે વાર્ષિક સામાન્ય સભા મોરબી સહિત અન્ય 8 સેન્ટરમાં ઓનલાઇન મળી હતી. આ બેઠકમાં અલગ અલગ સ્થળેથી બેંકના હોદ્દેદારો,બેન્કના અધિકારીઓ તેમજ ખેડૂત સભાસદો જોડાયા હતા.

આજે મળેલી સામાન્ય સભામાં મોરબીથી સાંસદ મોહનભાઇ કુંડારિયા, બેંકના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા, ડિરેક્ટર દલસુખભાઈ બોડા, અમૃતલાલ વિડજા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, માળિયા સંઘના પ્રમુખ મનહરભાઈ બાવરવા,ધનજીભાઈ કુંડલીયા, વાંકાનેર તાલુકા સંઘના પ્રમુખ બાદી ઇસ્માઇલ અલી, દૂધ સંઘના ડિરેક્ટર બાદી અબ્દુલરહીન અહમદ, વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પ્રમુખ પીરઝાદા શકીલ અહેમદ ખુરશીદહૈદર, વાંકાનેર પ્રોસેસિંગ મંડળીના પ્રમુખ વકાલિયા ઇબ્રાહિમ વલી, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર પ્રાણજીવનભાઈ કાવર સહિતના અનેક આગેવાનો અને બેંકના સભાસદો હાજર રહ્યા હતા. આજે મળેલી આ સભામાં મોરબી જિલ્લામાં 8 જેટલા ખેડૂત સભાસદના વારસદારને અકસ્માત વીમા અંગેના રૂ.10 લાખની રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમીયાન સાંસદ મોહન કુંડારીયા દ્વારા પ્રસંગને અનુરૂપ વકતવ્ય આપ્યું હતું.જ્યારે મગનભાઈ વડાવીયા દ્વારા સભાની કાર્યવાહી ને લગતી માહિતી આપી હતી.