મોરબી સિવીલ હોસ્પિટલમાં ફ્લૂ ઓપીડીનું મેઈન બિલ્ડીંગમાં સ્થળાંતર કરાયું

- text


અમદાવાદથી ઈમ્પેકશનમાં આવેલ ટીમનું સુચન બાદ હોસ્પિટલ તંત્રએ ફલુ ઓપીડીનું કર્યું સ્થળાંતર

(જનક રાજા દ્વારા) મોરબી : મોરબી સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસ નો હાહાકાર જોવા મળી રહો છે. ત્યારે આમજનતાની સુરક્ષાને ધ્યાને લઈ હોસ્પિટલ તંત્ર દ્વારા પાર્કીંગ એરીયામાં ફલુ ઓપીડી કાર્યરત કરી હતી. પરંતુ થોડા દિવસો પહેલા અમદાવાદથી ઈમ્પેકશનમાં આવેલ ટીમ દ્વારા ફલુ ઓપીડી કોવીડ (મેઈન) બિલ્ડિંગના ગ્રાઉન્ડમાં સ્થળાંતર કરવા સુચન કર્યુ હતું. જેથી, આજ રોજ ફલુ ઓપીડીનું મેઈન બિલ્ડીંગમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના એમડી કક્ષાના તબીબોએ મોરબી સિવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને કોવિડ ઓપીડી સેન્ટર, ઇન્ડોર સહિતના સ્થળનું નિરીક્ષણ કર્યુ હતું. હાલ કોરોનાની ફલૂ ઓપીડી બહાર જૂની હોસ્પિટલમાં છે. તેને ત્યાંથી ખસેડી કોરોના બિલ્ડિંગમાં રાખવાની સૂચનો કર્યા હતા. આ ઉપરાંત, કોરોના-ફલૂ ઓપીડી કરતા ડોકટરો અને સ્ટાફ પીપીઇ કીટ પહેર્યા વગર જ સારવાર કરતા હોવાનું જાણવા મળ્યા બાદ આ અંગે પણ સાવધાની રાખવા અને બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઓપીડીની વ્યવસ્થા કરવા સહિતની નાની ક્ષતિઓ દૂર કરવા સૂચન કર્યું હતું. જેથી, હોસ્પિટલ તંત્ર દ્વારા પાર્કીંગ એરીયામાં કાર્યરત ફલુ ઓપીડીને મેઈન બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્થળાંતર કરવામાં આવી છે.

હોસ્પિટલ તંત્રની બેદરકારી

મોરબી સિવીલ હોસ્પિટલમાં કોરોના વાઈરસના દર્દીઓ માટે કાર્યરત કરેલ ફલુ ઓપીડીનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પરંતુ જુની બિલ્ડીંગમાં ફલુ ઓપીડી ખાતે નવી ઓપીડીનું સુચના પત્રક લગાવવાનું ભુલી જતાં અનેક દર્દીઓ હેરાન થયા હતા.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text