મોરબી : માહિતી કચેરી દ્વારા કાલે ગુરુવારે ‘કોરોના કાળમાં મીડિયાની ભૂમિકા’ પર વેબિનાર યોજાશે

- text


‘‘ધ રોલ ઓફ ધ મીડિયા ડયુરીંગ ધ કોવિડ-૧૯ પેન્ડેમીક એન્ડ ઈટ્સ ઈમ્પેકટ ઓન મીડિયા’’ વિષય અંતર્ગત વેબીનારનું આયોજન

મોરબી : ગુજરાત પ્રેસ અકાદમી અને જિલ્લા માહિતી કચેરી-મોરબીના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે ‘‘ધ રોલ ઓફ ધ મીડિયા ડયુરીંગ ધ કોવિડ-૧૯ પેન્ડેમીક એન્ડ ઈટ્સ ઈમ્પેકટ ઓન મીડિયા’’ વિષય અંતર્ગત વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોના કાળમાં માધ્યમો દ્વારા કરવામાં આવેલ કામગીરી અને તેની અસર સમાજમાં વ્યાપક જોવા મળે છે ત્યારે ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર તેમજ જિલ્લા માહિતી કચેરી, મોરબીના સંયુકત ઉપક્રમે તા.૧૯/૧૧/૨૦૨૦નાં રોજ બપોરે ૦૪.૩૦ થી ૦૫.૩૦ કલાક દરમ્યાન એક વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. ‘‘ધ રોલ ઓફ ધ મીડિયા ડયુરીંગ ધ કોવિડ-૧૯ પેન્ડેમીક એન્ડ ઈટ્સ ઈમ્પેકટ ઓન મીડિયા’’ વિષય પર યોજવામાં આવેલ આ વેબીનારમાં જર્નાલીઝમનો અભ્યાસ કરતાં તેમજ હાલે મીડિયાના કોઇપણ માધ્યમમાં સક્રિય મીડિયાના મિત્રોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

વેબીનારનાં મુખ્ય વકતા અને માર્ગદર્શક તરીકે શિરીશભાઈ કાશીકર (ડાયરેકટર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ) ઉપરોકત વિષયે માર્ગદર્શન આપશે. વેબીનારમાં જોડાવવા ઇચ્છુકોએ google meet એપ્લીકેશન પર eeh-vpsw-ycp કોડ એન્ટર કરીને જોડાઇ શકે છે. આ ઉપરાંત વધુ માહિતી માટે ૮૮૦૧૧૨૯૯૯૯ પર સંપર્ક કરવા તેમજ વેબીનારમાં જોડાવવા સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text