દબાતા પગલે આવી રહેલી ઠંડી 4 ડિસેમ્બર બાદ ભુક્કા બોલાવશે : હવામાન વિભાગ

- text


મોરબી : ચોમાસામાં પડેલા ભારે વરસાદને લઈને અનુભવી ખેડૂતો અને હવામાન તજજ્ઞો ઑણ સાલ વધુ ઠંડી પડવાની આગાહીઓ કરતા હતા એ દરમ્યાન હવામાન વિભાગની પણ ઠંડીને લઈને આગાહી સામે આવી છે.

ઉત્તર ભારતમાં મોસમની પ્રથમ બરફ વર્ષા શરૂ થયા બાદ હવે ઉત્તરીય પવનો શરૂ થતાં જ ગુજરાતમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ગઈ કાલે કચ્છના નલિયામાં સૌથી ઓછું ૧૪ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જેની વ્યાપક અસર મોરબી જિલ્લા સુધી વર્તાઈ હતી. વહેલી સવારે ઝાકળ તો બપોરે થોડી ગરમીની બેવડી ઋતુનો અનુભવ કરતા મોરબીવાસીઓ માટે ઠંડી હવે દરવાજે આવીને ઉભી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં ૪ ડિસેમ્બર સુધીમાં તાપમાનનો પારો ૧૨ ડીગ્રી સુધી ગગડી જશે. જો કે એ પૂર્વે ૧૮ નવેમ્બરથી જ ઠંડી પડવાની શરૂઆત થઈ જશે જે જાન્યુઆરી માસના અંત સુધીમાં તેની ચરમસીમા પર પહોંચશે. ખાસ કરીને કચ્છના નલિયા અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો પારો ૫ ડીગ્રી સુધી નીચો જવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text