મોરબીમાં મતદાતાઓના કાર્ડ ખરીદી મતદાન કરતા રોકવામાં આવ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

- text


જયંતિભાઈ પટેલ હાર્યા નથી પણ લોકશાહી હારી છે : રમેશભાઈ રબારી
કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશ્નરને રજુઆત કરાઈ

મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા વિધાનસભા ચૂંટણી કમિશ્નરને રજુઆત કરીને જણાવવામાં આવ્યું છે કે મોરબી વિધાનસભા પેટા ચુંટણીમાં લોકશાહીનું સરા જાહેર અવસાન સાથે ખૂન થયું છે. સરકારી તંત્ર તથા ચૂંટાયેલ સાંસદોની ભૂંડી ભૂમિકા ભજવેલ છે. જયંતિભાઈ પટેલ હાર્યા નથી પણ લોકશાહી હારી છે અને મોરબીનો લોકમત હાર્યો અને તેને કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં તા. 3નાં રોજ મોરબી વિધાનસભાની પેટા ચુંટણી યોજાઈ ગઈ. જેમાં લોકશાહીનું ભારે ક્રૂરતાથી ખૂન કરાયેલ છે. આ ચુંટણીમાં સરકારી મશીનરીનો ભારે દુરૂપયોગ સાથે સાંસદોએ ઉઘાડે છોગ મત ખરીદવા નાણા ઉડાવેલ છે. સમાજના નાના અને નિરાધાર મતદાતાઓના કાર્ડ ખરીદી મતદાન કરતા રોકેલ છે. ખરા અર્થમાં લોકશાહીમાં ચુંટણીમાં ખેલદીલી રખાતી હોય છે. જયારે મોરબીમાં મેલદીલી રાખી છગા, ફટકા અને ધાકધમકી, સરકારી તંત્રનો બિનજરૂરી ઉપયોગ કરી ભયનો માહોલ સર્જી મતદાનમાં ભારે વિક્ષેપ ઉભો કરી ભાજપના સતાધિકારોએ તરકટી વિજય મેળવી છાતી ફુલાવે છે. જે સુચક છે. આવી જરૂરત રસમના કારણે આગામી દિવસોમાં શાસકો ચુંટણી પ્રક્રિયા બંધ કરવા જઈ રહયા છે અને લોકશાહીનું પ્રાયોજિત ખૂન કરેલ હોય. તેની આમજનતા અને મતદારોએ નોંધ લેવી જરૂરી છે. આ ચુંટણીમાં વ્યાપક ગેરરીતીઓ થયેલ છે. હજારો મતદારોનાં ચોકકસ જ્ઞાતિની કોમનાં માણસોના કાર્ડ રૂપિયા એક હજારથી લઈ ત્રણથી પાંચ હજારમાં વેચાતા લેવાયાની ચર્ચા છે. જે ખરા અર્થમાં ચુંટણી નથી પણ એક તર્કટ માત્ર છે. તેમજ ચોકકસ જ્ઞાતિના મત તોડવા માટે જાણી જોઈને અપક્ષ ઉમેદવાર ઉભા રાખવામાં આવેલ અને આ અપક્ષ ઉમેદવારને સરકારી તંત્ર દ્વારા તમામ પ્રકારની સવલીયત આપવામાં આવેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text