માળીયામાં માનસિક અસ્વસ્થ પીડિતા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી કરી દીધાની ફરિયાદ

- text


પીડિતાના ભાઈની ફરિયાદ પરથી અજાણ્યા નરાધમ સામે માળીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

માળીયા : માળીયામાં એક મનોવિકલાંગ પીડિતા ઉપર અજાણ્યા નરાધમે દુષ્કર્મ ગુજરીને તેણીને ગર્ભવતી કરી દીધાનો મામલો બહાર આવતા આ ધુણાસ્પદ ઘટનાથી સમગ્ર સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી ગયું છે. આ બનાવ અંગે પીડિતાના ભાઈએ નરાધમ સામે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ધૃણાસ્પદ બનાવથી સમગ્ર સમાજમાં આરોપી ઉપર ફિટકારની લાગણી વરસી છે.

આ બનાવની માળીયા મી. પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માળીયાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી માનસીક રીતે અસંતુલીત પીડિતાને અજાણ્યા શખ્સે હવસનો શિકાર બનાવી હતી અને આ પીડિતાની નબળી માનસિક સ્થિતિનો લાભ લઈને અજાણ્યા શખ્સે આ બળજબરીથી અવારનવાર તેની સાથે શારીરીક સબંધ બાંધી તેની સાથે દુષ્કર્મ આચરી ફરિયાદીની બહેન ને સાડા પાચ-છ મહિનાનો ગર્ભ રાખી દીધો હતો. આ બનાવ પહેલા સાડા પાચ છ મહિના અગાઉનો છે.

- text

પણ ફરિયાદ મોડી થવા અંગે માળીયા પોલીસે જણાવ્યું હતું કે ફરીયાદીની બહેન માનસીક રીતે અસતુલીત હોય અને આ બાબતે પુછતા તે કાઈ જણાવતી ન હોય અને સમાજમા આબરૂ જવાની બીકે ફરીયાદ કરવી કે નહી તે બાબતે અસમંજમા હતા. જેથી, આજદિન સુધી ફરીયાદ કરવા આવેલ ન હતા પરંતુ ગામના વડીલ અને સગા સબંધીઓએ બનેલ બનાવની ગંભીરતા સમજાવી ફરીયાદ કરવાનુ જણાવતા અંતે પીડિતાના ભાઈએ આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text