માળીયામાં હવે તો બસ સ્ટેન્ડ આપો.. મુખ્યમંત્રીને કરાઈ રજુઆત

- text


 

20 વર્ષથી બસ સ્ટેન્ડની સુવિધાના અભાવે સ્થાનિક લોકોને ભોગવવી પડતી હાલાકી

માળીયા : દેશ અને દુનિયા વિકાસના પંથે ગતિશીલ છે. પણ મોરબી જિલ્લાનો માળીયા તાલુકો હજુ પણ વિકાસથી જોજનો દૂર રહ્યો છે. માળીયા તાલુકો માળખાગત સુવિધાના અભાવે સૌથી વધુ પછાત રહ્યો છે. તેમાંય ખાસ કરીને લોકો માટે મહત્વની એસટી બસ સ્ટેન્ડની સુવિધા છેલ્લા 20 વર્ષથી ન હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

- text

માળીયા મીયાણાના સ્થાનિક કોંગી અગ્રણી ઇકબાલભાઈ સંઘવાણીએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી કે, માળીયા તાલુકો છેલ્લા 20 વર્ષથી બસ સ્ટેન્ડની સુવિધા વિહોણો છે. વર્ષ 2001 માં આવેલ ભૂકંપને કારણે માળીયામાં આવેલું બસ સ્ટેન્ડ ધારાશાયી થઈ ગયું હતું. ત્યારથી માળિયામાં બસ સ્ટેન્ડની સુવિધા નથી. ભૂકંપમાં બસ સ્ટેન્ડ નાશ પામ્યા બાદ આજદિન સુધી નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું જ નથી. આ બાબતે અનેક રજુઆત કરી હતી પરંતુ દરેક રજુઆતો વ્યર્થ ગઈ છે. માળીયા મિયાણામાં બસ સ્ટેન્ડ ન હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી પડે છે. માળીયા લોકોને બહાર અન્ય જિલ્લાની મુસાફરી કરવી હોય તો છેક મોરબીના બસ સ્ટેન્ડ સુધી ધક્કો ખાવો પડે છે. ત્યાં પણ સમયસર ન પહોંચવાથી બસ ચુકી જવાય છે અને નાણાં અને સમયનો ખોટો વ્યય થાય છે. આથી લોકોને પડતી મુશ્કેલીને ધ્યાને લઈને માળીયામાં વહેલી તકે નવું બસ સ્ટેન્ડ બનાવવાની માંગ કરી છે.

- text