મોરબી : મતદારોની ખરીદી બાબતના સાંસદના વાયરલ વિડિઓ બાબતે કાર્યવાહી કરવાની માંગ

- text


 

મોરબી કોંગ્રેસના આગેવાને ચૂંટણી કમિશ્નરને કરી લેખિતમાં ફરિયાદ

મોરબી : મોરબી માળીયા બેઠકમાં પેટા ચૂંટણી પ્રચાર દરમિયાન માળિયા તાલુકાના ઘાટીલા ગામમાં કોળી સમાજના મતદારોને ભેગા કરી ભાજપના ઉમેદવાર તરફ મતદાન કરશે તો સમાજવાડી બનાવવા માટે રૂપિયા પાંચ લાખ વધારાના તેમજ ગ્રાન્ટમાંથી બે લાખ આપવાનું વચન આપતા હોવાનો વીડિયો વાયરલ થયો હોવાનું જણાવી કોંગ્રેસ આગેવાને ચુંટણી પંચ અને સરકારના નિયમ મુજબ મત માટે નાણાંકીય લેવડ દેવડ કે રાત વચન કરવું ગુનો બનતો હોઈ આમ છતાં સંસદ સભ્ય જેવી વ્યક્તિ આ રીતે મતદારોને લલચાવી, ફોસલાવી મતો ખરીદતા હોવા બાબતે કાર્યવાહીની માંગણી કરી છે.

- text

આ અંગે કોંગ્રેસના આગેવાન રમેશ રબારીએ રજુઆતમાં જણાવ્યું હતું કે સંસદ સભ્ય મોહનભાઈ પટેલનો આ મત વિસ્તાર પણ ન હોવા છતાં મતદારોને ખોટા વચનો આપી ભરમાવે છે. તેમજ આ અંગેનો વિડિયો વાયરલ થતાં તેઓએ અખબારી નિવેદનમાં આ વિડિયો જુનો હોવાનું જણાવેલ પરંતુ જો વિડિયો જુનો હોય તો માસ્ક શા માટે પહેરેલ છે. આજથી છ માસ પહેલાં તો ચૂંટણી હતી જ નહીં. માટે આ વાયરલ વિડિયો સાચો છે જેમાં સાંસદ પોતે જ મતની ખરીદી કરતા જાય છે અને આ કૉરોના કાળમાં ખુદ સાંસદ પોતે જ શોશ્યલ ડિસ્ટન્સ પણ ભંગ કરી રહ્યા હોવાનું વિડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે અને તેની સાથે રહેલમાં અન્ય વ્યકિતઓ તો વળી જાહેરમાં ધુમ્રપાન કરતા જાવા મળી રહ્યા છે અને સાંસદ ખુદ કહે છે કે આ વિડિયો મારો જુનો છે તેવું પોતે જ કબુલે છે ત્યારે સાંસદ પોતે માત્ર અને માત્ર મતો માટે પોતાનું કાર્યક્ષેત્ર પણ ન હોય છતાં લોકો સમક્ષ ખોટું બોલી મતની જાહેરમાં મતોની ખરીદી કરી ભારે મોટી, ગેરરીતી કરેલ હોય તાત્કાલિક પગલા લેવા માંગ કરાઈ છે. આ વિડિયોની સાયબર સેલમાં તપાસ પણ કરાવી, તેમજ આ અંગેની ફરિયાદ ચુંટણીપંચમાં તેમજ અન્ય જગ્યાએ ઓનલાઈન પણ કરેલ છે. છતાં પણ કોઈપણ જાતના પગલા આજદિન સુધી લેવાયેલ નથી. અને આવનારા દિવસોમાં જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમારે ના છૂટકે હાઈકોર્ટમાં જઈ કાનૂની કાર્યવાહી કરવાની ફરજ પડશે.તેવી મોરબીના કોંગી અગ્રણી રમેશ રબારીએ ચૂંટણી કમિશ્નરને લેખિત રજુઆત કરી હતી.

- text