મત મેળવવા ગ્રાન્ટ ફાળવવાની ડીલ કરતા હોવાનો સાંસદ કુંડારિયાનો વીડિયો વાયરલ

- text


માળિયાના જુના ઘાંટીલા ગામના આ વીડિયોને સાંસદે જૂનો ગણાવ્યો

મોરબી : મોરબી- માળિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના દિવસે જ સાંસદ મોહનભાઇ કુંડારિયાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં 600 મત મેળવવા સમાજ વાડી માટે ગ્રાન્ટ ફાળવવાની ડીલ થઈ રહી હોવાનું જણાય આવે છે. જો કે સાંસદે આ વીડિયો જૂનો હોવાનું જણાવ્યું છે.

- text

આ અંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ વધુમાં કહ્યું કે વીડિયો કયા સમયનો છે તે ખબર નથી. તેમાં ગ્રાન્ટની વાત કરવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી તો ગ્રાન્ટ બંધ છે. ઉપરાંત માળિયા વિસ્તાર મારો મત વિસ્તાર છે જ નહીં. આ વીડિયો જૂનો છે. જે અત્યારે વાયરલ કરવામાં આવ્યો છે. વીડિયો પ્રકરણ અંગે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે મોરબી- માળિયા બેઠક ઉપર કોંગ્રેસ હારી રહી છે. જેથી સાંસદ સભ્યની પ્રતિભા ખરડાવવાનો હીન પ્રયાસ કર્યો છે. આ ચૂંટણીમાં હાર ભાળી ગયેલા નેતાઓનું કાવતરું છે. જોકે વિડિઓ સાંસદ અને અન્ય આગેવાનો માસ્ક પહેરેલા હોવાથી આ વિડિઓ મોરબીની પેટા ચૂંટણીનો જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વિડિઓ મુદ્દે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

- text