આ ગામમાં હજુ નિભાવાય છે ડેરા પ્રથા..સ્ત્રીઓએ જૂની પરંપરા જાળવી કર્યું મતદાન

- text


માળિયાના મોટી બરાર ગામમાં હજુ નિભાવાય છે ક્ષત્રીઓની ડેરા પ્રથા

મોરબી : પરંપરા અને સંસકૃતિ ભારતને વિશ્વના અન્ય દેશો કરતા જુદો પાડે છે. સેંકડો સમાજમાં વિવિધ પરંપરા જાતિ-જ્ઞાતિ અનુસાર અલગ અલગ રીતરિવાજો હોવા છતાં વિવિધતામાં પણ એકતાનો સુભગ સમન્વય ભારત સિવાય અન્ય દેશોમાં મળવો મુશ્કેલ છે. ત્યારે આજે મતદાનના દિવસે માળીયા તાલુકાના મોટી બરાર ગામે ક્ષત્રિય ડેરા પરંપરા પ્રમાણે ક્ષત્રાણીઓએ મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. ઉલ્લેખનીય છે કે રાજા રજવાડાના સમયમાં ડેરા પ્રથા અસ્તિત્વ ધરાવતી હતી. ખાસ કરીને માળીયા વિસ્તારના ક્ષત્રિય સમાજમાં આ પ્રથા હજુ આજે પણ જળવાઈ રહી છે. જે મુજબ પરિવારની તેમજ નજીકના સંબંધો ધરાવતી મહિલાઓ એકજૂથમાં માથું તથા શરીર ઢંકાય એ રીતે સામુહિક રીતે ઓઢણી ઓઢીને ઘરેથી બહાર નીકળે છે. મોટી બરાર ગામે હજુ આ પ્રથા જળવાઈ રહી હોય એવા દ્રશ્યો મતદાન સમયે જોવા મળ્યા હતા.

- text

જુઓ રિપોર્ટર જયેશ ભટ્ટસાણાની વિશેષ વિડિઓ સ્ટોરી..

- text