મોરબી પેટા ચૂંટણી માટે મતદાનનો સમય પૂર્ણ : 50 થી 55 ટકાની વચ્ચે મતદાન થવાની શક્યતા

- text


સાંજે 6 વાગ્યા સુધીમાં અંદાજિત 52 ટકા જેટલું મતદાન : હજુ મતદાનની ટકાવારી વધવાની શક્યતા

મોરબી : મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આજે સવારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૃ થયું છે. અને અમુક મતદાન મથકો ઉપર મતદારોનું પ્રમાણ વધુ જોવા મળે છે. જ્યારે અમુક મતદાન મથકો ઉપર મતદારોની પાંખી હાજરી જોવા મળી છે. ત્યારે આજે સાંજના 6 વાગ્યા સુધીમાં મોરબી માળીયા બેઠકની પેટા ચૂંટણીમાં 52 ટકા જેટલું મતદાન નોંધાયું છે. મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મંગળવારે સવારે 7 વાગ્યાથી મતદાનનો ધીમી ગતિએ પ્રારંભ થયા બાદ 11 કલાકમાં એટલે કે સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 52 ટકા જેટલું મતદાન થયું છે. હજુ પણ અમુક મતદાન મથકો અંદર મતદારો હોવાથી તેમનું વોટિંગ ચાલુ છે. જેથી હજુ વોટિંગની ટકાવારી વધે તેવી શક્યતા છે.


જુઓ મોરબી તાલુકામાં ગાળા, વાઘપર, પીલુડી સહીતના ગામનો લાઈવ માહોલ..

મોરબી અપડેટ ઇલેક્શન લાઈવ : મોરબી તાલુકાના પીલુડી ગામમાં આવેલ મતદાન મથકનો માહોલ..

- text


મોરબી અપડેટ ઇલેક્શન લાઈવ : મોરબી તાલુકાના વાઘપર ગામમાં આવેલ મતદાન મથકનો માહોલ..


મોરબી અપડેટ ઇલેક્શન લાઈવ : મોરબી તાલુકામાં ગાળા ગામમાં આવેલ મતદાન મથકનો માહોલ..


મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ… મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..)

https://morbiupdate.com/election-special/

મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો..

https://www.facebook.com/morbiupdate

મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US

- text