તમે કોને મત આપ્યો ? તેવો સવાલ પૂછી મતદાનની ગુપ્તતાનો ભંગ કરતો વીડિયો વાયરલ

- text


મોરબી : મોરબી- માળિયા બેઠકમાંમાં મતદાન કરી બુથ ખાતેથી ઘરે પરત ફરતા મતદારોને તમે કોને મત આપ્યો છે તેવા સવાલ પૂછવામાં આવતા હોવાનો વીડિયો એક વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યો છે અને તેને વાયરલ કરી મતદાન અંગેની ગુપ્તતાનો ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

- text

મોરબી- માળિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં એક વ્યક્તિએ બુથથી દુર ઉભા રહી વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં તે વ્યક્તિ મતદાન કરીને ઘરે પરત ફરતા લોકોને પૂછી રહ્યો છે કે તમે કોને મત આપ્યો છે. અને સામે મતદારો પણ પોતે ભાજપને મત આપ્યો છે તેવું જણાવી રહ્યા છે. આવો વીડિયો બનાવી તેને વાયરલ કરીને મતદાન અંગેની ગુપ્તતા જાળવવાના નિયમનો ભંગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 

- text