મોરબી : 80181 પુરુષ અને 61848 મહિલાઓએ મતદાન કર્યું, 52.33 ટકા મતદાન

- text


2.71 લાખ મતદારોમાંથી 1.42 મતદારોએ લોકશાહીના પર્વમાં ભાગ લીધો : મોરબીનું મતદાન રાજ્યમાં છઠ્ઠા સ્થાને

મોરબી : લોકતંત્રના મહાપર્વ એવી ચૂંટણીના મતદાનની પ્રક્રિયા સાંજે 6 વાગ્યે પુરી થતા રસપ્રદ આંકડાઓ સામે આવ્યા છે. ટકાવારી પ્રમાણે જોતા 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં મોરબી-માળીયા બેઠક 52.33 ટકા મતદાન સાથે છઠ્ઠા સ્થાને રહી છે. અહીં 80181 પુરુષ અને 61848 મહિલાઓ મળી કુલ 1.42 લાખ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

રાજ્યની 8 વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીમાં દિવસ દરમ્યાન મતદારોની શરૂઆતની નિરસતા એક તબક્કે જોવા મળી હતી. જો કે બપોરે મતદાન વધ્યું હતું. આમ છતાં 1995 પછી મોરબીમાં સૌથી ઓછું મતદાન થયું છે. જે પ્રમાણે જોતા,
1995 – 65.11 ટકા
1998 – 60.54 ટકા
2002 – 62.44 ટકા
2007 – 68.60 ટકા
2012 – 77.34 ટકા
2017 – 75.00 ટકા
2020 – 51.88 ટકા

આજની પેટાચૂંટણીની વિસ્તૃત વિગતો જોઈએ તો મોરબી- માળિયા બેઠકમાં 141857 પુરુષ અને 129609 મહિલા મળી કુલ 271467 મતદારો છે. જેમાંથી 80181 પુરુષ અને 61848 મહિલા મળી કુલ 142029 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું.

રાજ્યમાં 8 બેઠકોમાં કુલ 56 ટકા સરેરાશ મતદાન થયું છે. જેમાં ડાંગ 70.12 ટકા, કરજણ 66 ટકા, કપરાડા 64 ટકા, અબડાસા 58 ટકા, લીંબડી 55 ટકા, મોરબી 52.33 ટકા, ગઢડા 47 ટકા, ધારી 43 ટકા મતદાન નોંધાયું છે. આમ રાજ્યમાં ટકાવારીની દ્રષ્ટિએ જોતા મોરબી 8 બેઠકો પૈકી છઠ્ઠા ક્રમે રહ્યું છે.

- text

- text