મોરબી : પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને આગેવાનોએ શ્રદ્ધાંજલી અર્પણ કરી

- text


મોરબી : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ખેડૂત નેતા કેશુભાઇ પટેલનું તાજેતરમાં અવસાન થયું હતું. જે બાદ ઠેર ઠેર તેઓને શ્રધ્ધાંજલી આપવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં પણ પાટીદારધામ – મોરબી અને સમસ્ત પાટીદાર સમાજ તથારાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – મોરબી ના સંયુક્ત ઉપક્રમે શનાળા ગામ પાસેની સમાજવાડી શક્ત શનાળા ખાતે શ્રદ્ધાજલી કાર્યક્રમ યોજાયો હતો.

આ શ્રધાંજલિ કાર્યક્રમમાં કેશુબાપાના સંસ્મરણો વાગોળતા આગેવાનોએ જણાવ્યું હતું કે પ્રતિભાસંપન્ન અને ગુણવાન આત્મજનો એક લક્ષ-સિદ્ધિ માટે અવની પર આવે છે અને કાર્ય પૂરું થતાં જ જતા રહે છે,તેઓ સ્વંયમ પ્રકાશિત છે.સ્વ.કેશુબાપા ક્યાંક ને ક્યાંક અંધકારને હરાવવા પ્રકાશ વેરતા જ રહેશે,વધુમાં સૌએ જણાવ્યું કે સ્વ.કેશુભાઈ પટેલનો મોરબી સાથે ઘનિષ્ઠ અને નિકટનો નાતો હતો,કેશુબાપાએ ઈ.સ.1979 માં આવેલ મચ્છું જળ હોનારત વખતે તત્કાલીન સરકારમાં કૃષિ મંત્રી હતા મોરબીમાં જ રોકાઈ અને કાદવ કીચડ ખુંદીને,ગલી ગલીએ ફરીને લોકોની મદદે પહોંચ્યા હતા,એવી જ રીતે તેઓ ટંકારા – પડધરી મત ક્ષેત્રમાં જ ચૂંટાઈને મુખ્યમંત્રી બન્યા હતા,વર્ષ 2001ના ભૂકંપ વખતે પણ મોરબી વિસ્તારમાં ભયંકર વિનાશ વેરાયો હતો એ વખતે ગ્રામ્ય વિસ્તારમાં નેવું હજારની અને શહેરી વિસ્તારમાં એક લાખ વીસ હજારની મકાન સહાય તાત્કાલિક મજૂર કરી હતી તેમજ કેસ ડોલ્સ પણ આપેલ હતી, ગુજરાતના વિકાસમાં સ્વ.કેશુભાઈ પટેલનો સિંહફાળો રહેલો છે,નર્મદા ડેમની ઉંચાઈ વધારવાનો પ્રથમ ચુકાદો એમની સરકાર વખતે આવ્યો હતો, તેમજ જળ સંચયની વિવિધ યોજનાઓ, ગ્રામીણ અર્થતંત્ર સુધરે એ માટે ગોકુળીયું ગ્રામ યોજના વગેરે અમલમાં મૂકી હતી,આમ ઉપસ્થિત સૌ કોઈએ બાપા સાથેના સંસ્મરણો વાગોળી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી. આ તકેઆ કાર્યક્રમમાં મોહનભાઈ કુંડારિયા સાંસદ ભારત સરકાર,બ્રિજેશભાઈ મેરજા,કાંતિભાઈ અમૃતિયા, જયંતીભાઈ પટેલ,બાવનજીભાઈ મેતલિયા, દુર્લભજીભાઈ દેથરીયા, બેચરભાઈ હોથી,શિવલાલભાઈ ઓગણજા,દીપકભાઈ વગેરે પદાધિકારીઓ,ગોવિંદભાઈ વરમોરા,સમાજના અગ્રણીઓ, મોરબીમાં કાર્યરત જુદી જુદી સ્વૈચ્છીક સંસ્થાઓ, સંગઠનના કાર્યકરો, કર્મચારીઓએ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ સફળ બનાવવા પાટીધાર ધામ -મોરબી,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – મોરબીના તમામ હોદેદારોએ ખુબજ જહેમત ઉઠાવી હતી એમ પ્રચાર મંત્રી હિતેશભાઈ પાંચોટીયાએ જણાવ્યું હતું.

- text

- text