મોરબી વિધાનસભા પેટા ચૂંટણી : જાહેર પ્રચારના પડઘમ શાંત, હવે ડોર ટુ ડોર પ્રચાર

- text


મતદાર ક્ષેત્ર સિવાયના રાજકીય કાર્યકરોને પણ વિધાનસભા ક્ષેત્ર છોડવા આદેશ : 3 નવેમ્બરે મતદાન 

મોરબી : મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયાને હવે 48 કલાક કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે આજે રવિવારે સાંજે 6 વાગ્યા બાદ ચૂંટણી આયોગના આદેશ મુજબ આગામી 48 કલાક દરમિયાન તમામ રાજકીય પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારના ચૂંટણી પ્રચાર રૂપે કરવામાં આવતી સભા યોજવા પર રોક લગાવી દેવાઈ છે. હવે એક પણ ઉમેદવાર જાહેર સભા કરી શકશે નહીં. તેથી હવે કાલનો એક દિવસ મતદાન આડે હોવાથી ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર અભિયાન પર ભાર આપે તેવી શક્યતા છે.

- text

આ ઉપરાંત મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીની આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે મોરબીના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ કેતન જોષી દ્વારા જાહેરનામુ બહાર પાડી ચૂંટણી પ્રચાર સમય પૂર્ણ થયા બાદ જે-તે મતદાર ક્ષેત્રના મતદાર સિવાયના રાજકીય કાર્યકર્તાઓએ તાત્કાલીક અસરથી મતદાર ક્ષેત્ર છોડી દેવા અને તે મતદાર ક્ષેત્રમાં ન રહેવા પર આદેશો કર્યા છે. ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લાના વિસ્તાર બહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરે કે જેઓ મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને જે તે મતદાર વિભાગના મતદારો ન હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી એટલે કે, તા.૦૧/૧૧/૨૦૨૦ ના સાંજના ૦૬:૦૦ વાગ્યા પછીથી તાત્કાલીક ધોરણે મોરબી જિલ્લા વિસ્તાર છોડી જતા રહેવા આદેશ કરવામાં આવ્યો છે.

- text