જુના ઘાટીલાની ખેડૂતસભામાં રામમંદિરને લઈને હાર્દિક પટેલના વિવાદાસ્પદ નિવેદનનો વિડીઓ વાઇરલ

- text


મોરબી : મોરબી વિધાનસભાની પેટ ચૂંટણીના પ્રચાર અંતર્ગત જુના ઘાટીલા સ્થિત ખેડૂતસભામાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રામમંદિર મુદ્દે કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો છે. આ ખેડૂતસભાનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

- text

જુના ઘાટીલામાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં ખેડૂતસભાના આયોજન દરમ્યાન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રામમંદિરના મુદ્દે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, ગામમાં અહીં રામજી મંદિરમાં પણ ઝાલર વગાડવા માટે છોકરાઓ જતા નથી તો ત્યાં છેક અયોધ્યા કોણ જવાનું છે? ઉલ્લેખનીય છે કે આ પેટા ચૂંટણીના પ્રચારમાં રામમંદિરના મુદ્દે ભાજપ દ્વારા મતદારોને આકર્ષવાનો પ્રયાસ થયો છે. ત્યારે હાર્દિક પટેલના ઉપરોકત નિવેદનનો વિડીઓ વાઇરલ થતા લોકોમાં તરેહ તરેહની ચર્ચા ઉદભવી છે.

- text