મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા મત ગણતરીની કામગીરીના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ

- text


જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ દ્વારા મતગણતરી અંગેની તમામ વ્યવસ્થા અંગે ઝીણવટપૂર્વક સમીક્ષા કરી સુચનાઓ અપાઇ

મોરબી : મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીની મતદાનની દિવસ દરમિયાનની તૈયારીઓને આખરી ઓપ આપ્યા બાદ મતની ગણતરીના દિવસે કરવામાં આવતી વ્યવસ્થા અંગે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને મતગણતરી પ્રક્રિયા સાથે સંકળાયેલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં સોમવારે સાંજે યોજાયેલ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા તમામ અધિકારીઓ પાસેથી મતગણતરીને અનુલક્ષીને કરવાની થતી કામગીરીની જાણકારી મેળવી હતી. મતગણતરીના દિવસે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તેમજ કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસવડાશ્રી એસ.આર. ઓડેદરા સાથે ચર્ચા હાથ ધરાઇ હતી. ઉપરાંત મતગણતરીના દિવસે ટ્રાફિક નિયમન વ્યવસ્થા પર ભાર મુકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં મતગણતરી માટે રીઝર્વ સ્ટાફ સાથે નિમણૂંક હુકમ તથા તાલીમ સબંધી કામગીરી બાબતે તેમજ સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવો, અગ્નિશામક યંત્રોની વ્યવસ્થા, પીવાના પાણીની, મંડપ, લાઇટ, અને સાઉન્ડ સિસ્ટમ, વિઝ્યુલ કેમેરા તથા સ્ક્રીન તેમજ મતગણતરી હોલમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

મતગણતરી કેન્દ્ર ખાતે ઇમરજન્સી મેડીકલ ટીમ (એમબુલન્સ સાથે) હાજર રાખવા, સેનેટાઇઝર, માસ્ક સહિતની સામગ્રી પુરી પાડવા તેમજ મતગણતરી કેન્દ્રના કેમ્પસમાં ફાયર ફાઇટરની વ્યવસ્થા કરવા, સ્ટ્રોગ રૂમને અને મતગણતરી કેન્દ્રને સેનેટાઇઝર કરવાની, સાફ સફાઇ અને મોબાઇલ ટોયલેટની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી હતી.

મતગણતરી કેન્દ્ર ખાતે લીઝ લાઇન સાથે લેન્ડલાઇન, નેટ કનેક્ટીવીટી પુરી પાડવાની અને મતગણતરી કેન્દ્ર ખાતે વિજ પુરવઠો સતત જાળવી રાખવા સૂચનાઓ આપી હતી. મતગણતરી કેન્દ્ર ખાતે ચૂંટણી પંચની સુચના મુજબ મીડિયાકર્મીઓ માટે ખાસ મીડિયા સેન્ટરની વ્યવસ્થા, મીડિયાકર્મીઓ ફક્ત હેન્ડહેલ્ડ કેમેરાનો ઉપયોગ કરે તે અંગેની સુચના આપવા, કવરેજની કામગીરી દરમિયાન EVM પર પ્રદર્શિત થતા એકચ્યુઅલ વોટનું રેકોડીંગ, ફોટોગ્રાફ ન થાય તે સુનિચ્છિત કરવા અને તે અંગે તમામ મીડિયાના પ્રતિનિધીઓને માહિતગાર કરવા સૂચના આપી હતી.

- text

જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં પોલીસ અધિક્ષકશ્રી એસ.આર. ઓડેદરા, અધિક નિવાસ કલેક્ટરશ્રી કેતન પી. જોષી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, મોરબી વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક રાધીકાબેન ભારાઇ અને શ્રી પઠાણ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, એઆરટીઓશ્રી જે.કે. કાપટેલ, મોરબી મામલતદાર ડી.જે. જાડેજા, માળીયા મામલતદાર ડી.સી. પરમાર, મામલતદાર બી.બી. કાસુન્દ્રા, શહેર મામલતદાર જી.એચ. રૂપાપરા સહિત અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text