ડાયમંડનગર (આમરણ) ગામે બાઈક પાર્ક કરવા મામલે મારામારી

- text


મોરબી : મોરબી તાલુકાના ડાયમંડનગર (આમરણ) ગામે બાઈક પાર્ક કરવાના મુદ્દે મારામારી થઇ હોવાનું જાણવા મળ્યું છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ બનાવની મળતી માહિતી મુજબ ડાયમંડનગર (આમરણ) ગામમાં બસ સ્ટેશન પાસે વાસુદેવભાઈ મગનભાઈ સોરીયા સાથે હીરાભાઈ ટોયટા અને દિનેશ જીવણભાઈએ બાઈક પાર્ક કરવા મામલે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. હાલમાં પોલીસે નોંધ કરી બનાવની તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text