ટંકારામાં છ વર્ષ પહેલાં ગુમ થયેલી યુવતીની ભાળ મળી

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગુમ થયેલા તેમજ અપહરણનો ભોગ બનેલા બાળકો, સગીર અને મહિલાઓનો લાંબા સમયથી પત્તો લાગતો ન હોવાથી આ લોકોને તાત્કાલિક શોધી કાઢવા માટે ડીવાયએસપી રાધિકા ભારાઈની સૂચના હેઠળ નાયબ અધિક્ષક મોરબી વિભાગની એક ટિમ બનનાવવામાં આવી છે. ત્યારે ટંકારાના કાગદડી ગામે રહેતી હેમાક્ષીબેન પ્રફુલભાઈ લિંબાસીયા (ઉ.વ. 19) નામની યુવતી ગત તા. 16/12/2014 ના રોજ ગુમ થઈ ગઈ હતી. છેલ્લા છ વર્ષથી આ યુવતીનો પત્તો ન લગતા અંતે આ યુવતીને શોધી કાઢવાની નાયબ અધિક્ષક મોરબી વિભાગની એક ટિમને સૂચના અપાઈ હતી. આથી, આ અંગેની તપાસ દરમિયાન ગુમ થનાર યુવતી રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર હોવાની હકીકત મળતા નાયબ અધિક્ષક મોરબી વિભાગની એક ટિમે ત્યાં પહોંચીને આ યુવતીનો કબ્જો મેળવીને તેના પરિવારને સોંપી દીધી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text